December 26, 2024

અમરેલીમાં કરુણાંતિકા, કારમાં ગૂંગળાઈ જતાં 4 બાળકોના મોત

અમરેલી: દિવાળી બાદ નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતમાં એક કરુણાંતિકા સામે આવી છે. જેમાં અમરેલીમાં એક સાથે 4 બાળકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી મુજબ, અમરેલીમાં કારમાં ગૂગળાઈ જતા 4 બાળકોના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે અમરેલીના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં આ ઘટના બની છે.

રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં રમતા રમતા બાળકો ચાવીથી ખોલી કારમાં બેસી ગયા હતા. કારમાં બેસી જતા કાર લોક થતાં બાળકોને ગૂંગળામણ થવા લાગી હતી. માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા અને તેવા જ સમયે આ ઘટના બની હતી. ગઇકાલે 2 નવેમ્બરના રોજ ભાઇબીજના દિવસે જ આ કરૂણ ઘટના બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

જાણવા મળી રહ્યું છે કે જે 4 બાળકોના મોત થયા છે તે મધ્યપ્રદેશના પરપ્રાંતીય પરિવારના બાળકો હતા. એક જ પરિવારના બે દીકરા બે દીકરીઓના મોતથી પરિવાર પર આફ ફાટ્યું છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસે અકસ્માતનો ગુન્હો દાખલ કર્યો છે.