December 26, 2024

4 દિવસ પછી સિરિઝ શરૂ થશે, કેપ્ટન બદલ્યો, અલગ કોચ, ફોર્મેટ બદલ્યું; સાઉથ આફ્રિકા પહોંચી ભારતીય ટીમ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં મળેલી હારને ભૂલવામાં ઘણો સમય લાગશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા એક અલગ ફોર્મેટમાં સાઉથ આફ્રિકા પહોંચી છે, જેમાં અલગ કેપ્ટન અને અલગ કોચ છે. ભારતીય ટીમ 4 મેચની T20 શ્રેણી રમવા માટે સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ વિદેશ પ્રવાસ પર ગઈ છે. BCCIએ ટીમના આગમનની માહિતી પ્રશંસકો સાથે શેર કરી છે. વીવીએસ લક્ષ્મણ દક્ષિણ આફ્રિકામાં ટીમના કોચની ભૂમિકામાં જોવા મળશે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત હોવાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા નથી. તેમના સ્થાને પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના કોચની જવાબદારી સંભાળશે. ભારતીય ટીમ આ પ્રવાસમાં ચાર ટી-20 મેચ રમવાની છે. પ્રથમ મેચ 9 નવેમ્બરે કિંગ્સમીડ ખાતે રમાશે. બીજી મેચ 10મીએ સેન્ટ જ્યોર્જ ઓવલ ખાતે રમાશે. ત્રીજી T20 મેચ સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે જ્યારે છેલ્લી મેચ વોન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાશે.

T20 સિરીઝ શેડ્યૂલ

1લી T20: 8 નવેમ્બર, કિંગ્સમીડ
બીજી T20: 10 નવેમ્બર, સેન્ટ જ્યોર્જ ઓવલ
3જી T20: 13 નવેમ્બર, સુપરસ્પોર્ટ પાર્ક
4થી T20: 15 નવેમ્બર, વાન્ડરર્સ સ્ટેડિયમ

T20 શ્રેણી માટે બંને ટીમો:

ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકિપર), રિંકુ સિંઘ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શકુમાર સિંહ, વિજયકુમાર , આવેશ ખાન અને યશ દયાલ.

દક્ષિણ આફ્રિકાની T20 ટીમ: એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાનસન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મ્પોન્ગવાના, નકાબા પીટર, રયાન રિકેલટન, લુથો સિપામલા, ટ્રિસ્ટન સ્ટબ્સ.