December 19, 2024

Valentine Weekના બધા દિવસોનું છે એકબીજા સાથે કનેક્શન

Valentine Week: ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ હવાઓમાં પ્રેમ અને મહોબ્બતની સુગંધ વહેવા લાગે છે. હિંદી કેલેન્ટર અનુસાર ફેબ્રુઆરીમાં વસંત ઋતુની શરૂઆત થતી હોય છે.જ્યારે દેશમાં પશ્ચિમ દિશામાંથી હવાઓ આવે છે અને આ હવાઓ પોતાની સાથે વેલેન્ડાઈન સીઝનને પણ સાથે લાવે છે. આ વેલેન્ટાઈન વીક 9 દિવસનો રહે છે. જેમાં 9 દિવસ દરેક પ્રેમી યુગલો માટે ઘણા ખાસ હોય છે. આ નવ દિવસોની ઉજવણી તેમના માટે ઘણી ખાસ હોય છે. દરેક ડે પોતાની સાથે એક વિચાર લઈને આવે છે. તો ચાલો આ તમામ દિવસને ઓળખીએ.

7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી બસ પ્રેમ જ પ્રેમ
કપલ્સ માટે પ્રેમ દેખાડવાની મૌસમ ફેબ્રુઆરીનો પહેલો અઠવાડિયો પુરો થતા જ શરૂ થઈ જાય છે. 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી આ સુંદર પ્રેમ ભર્યા દિવસોની ઉજવણી થાય છે. 7 ફેબ્રુઆરીના રોઝ ડે એટલે કે પ્રેમી પોતાની પ્રેમિકાને અથવા જેને પસંદ કરે છે. તેને લાલ ગુલાબ આપે છે.બીજા અને ત્રીજા દિવસની થાય છે આ રીતે ઉજવણી
વેલેન્ડાઈન ડે વીકના બીજા દિવસે એટલે કે 8 ફેબ્રુઆરીના પ્રેમી પ્રેમિકાને અથવા તો પ્રેમિકા પ્રેમીને પ્રપોઝ કરે છે. આ દિવસેની પણ પહેલાથી તૈયારી કરવામાં આવે છે. આ દિવસે બધાને જવાબ હા જ મળશે એવું જરૂરી નથી. આથી કેટલાક માટે આ વીક સ્પેશિયલ બની જાય છે તો કેટલાક લોકો માટે આ વીક આંસુઓ સાથે જાય છે. હવે વાત 9 ફેબ્રુઆરીની તો આ દિવસે પાર્ટનર એક બીજાને ચોકલેટ આપે છે. જે પણ લોકોના પ્રપોઝ એક્સેપ્ટ થયા છે. એ લોકો તેની ઉજવણી ચોકલેટ ખાઈને કરે છે.

ટેડી ડે અને પ્રોમિસ ડે
10 ફેબ્રુઆરીએ ટેડી ડે આવે છે. આ દિવસે છોકરા અને છોકરીઓ પોતાના પાર્ટનરને ટેડી બેર આપીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. હવે તો નવા ટ્રેડ તરીકે મોટા ટેડી બેરની જગ્યાએ નાના ક્યૂટ પાંડાઓ આપવાનું પણ ચલણ શરૂ થયું છે. એ દિવસ બાદ શરૂ થાય છે બીજો ડે. 11મી ફેબ્રુઆરીએ બંને લોકો આગળનું પ્રેમભર્યું જીવન સાથે જીવવાનું વચન આપે છે એટલે કે એ દિવસે પ્રોમિસ ડે સેલિબ્રેટ કરે છે.હવે નિકટતા વધવા લાગે છે
જો બધું બરાબર ચાલી રહ્યું હોય તો 12 ફેબ્રુઆરીએ તેઓ એકબીજાને ગળે લગાવીને હગ ડે ઉજવે છે. આજ નિકટતા આગળ વધે છે. અને પ્રેમીઓ 13મી ફેબ્રુઆરીએ કિસ ડે પર એકબીજાને ચુંબન કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. બસ, હવે આવે છે આ વીકનો સૌથી અંતિમ દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે. 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમીઓ દુનિયાની સામે પોતાના પ્રેમની જાહેરાત કરે છે.