December 23, 2024

MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, સારવાર માટે ભાવનગર ખસેડાયો

ભાવનગરઃ જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલાનો કરવાની ઘટના સામે આવી છે. હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી બાદ છુટ્ટાહાથની મારામારી થઈ હતી. યુવા પ્રમુખ ઉપર કુહાડી વડે માથાના ભાગે જીવલેણ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત ચેતનને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ખાનગી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ મામલે ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યુ હતુ કે, ‘કાયદો કાયદાનું કામ કરશે. આ આવારાતત્વો એ અગાઉ પણ અનેક લોકો ઉપર હુમલા કર્યા છે. અમને સરકાર અને પોલીસ તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે.’