January 3, 2025

સુનિતા વિલિયમ્સે અવકાશમાંથી તહેવારની શુભેચ્છા પાઠવી

Diwali 2024: દિવાળીની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. સુનિતા વિલિયમ્સ અને તેની સાથે અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે જૂનથી અવકાશમાં છે. બંને 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા છે. ત્યારે હવે દિવાળીને લઈને હવે સુનીતા વિલિયમ્સે એક ખાસ વીડિયો સંદેશ આપ્યો છે.

હાર્દિક શુભેચ્છાઓ આપી
સુનિતા વિલિયમ્સ છેલ્લા 5 મહિનાથી અવકાશમાં છે. સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરનારાઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ આપી છે. સુનિતા વિલિયમ્સે વીડિયો સંદેશ આપીને કહ્યું કે આ વર્ષે તેને પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે.

દિવાળી ઉજવવાની અનોખી તક મળી
સુનીતા વિલિયમ્સે વીડિયો સંદેશ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું કે ISS તરફથી શુભેચ્છાઓ. હું વ્હાઇટ હાઉસ અને સમગ્ર વિશ્વમાં આજે ઉજવણી કરી રહેલા દરેકને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મને આ વખતે પૃથ્વીથી 260 માઈલ ઉપર ISS પર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે. મારા પિતાએ અમને દિવાળી અને તહેવારોને વિશે શીખવીને અમારા સાંસ્કૃતિક મૂળ જાળવી રાખ્યા છે. વિલિયમ્સે દિવાળીના તહેવારોમાં ભાગ લેવા અને સમુદાયના યોગદાનને માન્યતા આપવા બદલ યુએસ પ્રમુખ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં ક્યારથી પડશે ઠંડી? આ રાજ્યમાં મૂશળધાર વરસાદનું એલર્ટ

વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી
સુનીતા વિલિયમ્સનો આ વીડિયો મેસેજ ખૂબ જ હદયસ્પર્શી છે. વ્હાઇટ હાઉસમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમારોહમાં રાષ્ટ્રપતિ બિડેન ભારતીય મૂળના ઘણા લોકોએ ભાગ લીધો હતો. વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.