November 1, 2024

યુટ્યુબ અને વોટ્સએપ પર થઈ રહી છે છેતરપિંડી, આ ભૂલ ના કરતા

YouTube WhatsApp Fraud: યુટ્યુબ અને વોટ્સએપનો વપરાશ સૌથી વધારે કરવામાં આવે છે. ત્યારે યુટ્યુબ વીડિયો લાઈક કરવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. પાર્ટ ટાઈમ જોબના નામે આ છેતરપિંડી કરી છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો લાઈક કરવાના બદલામાં વળતર આપે છે.

આ રીતે છેતરપિંડી થઈ
રિપોર્ટ અનુસાર પહેલા હેકર્સે પુસ્તકના દુકાનદારને પાર્ટ-ટાઇમ કમાવવા માટે સરળ ટાસ્ક આપ્યા હતા. જે કરવા માટે તેને 123 રૂપિયા અને 492 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ પછી દુકાનદાર સરળતાથી મળેલા પૈસાની લાલચમાં આવી ગયો હતો. તમને જણાવી દઈએ કે દુકાનદારને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સ્ક્રીનશોટ મોકલવાનું કામ આપવામાં આવ્યું હતું. બદલામાં તેણે તેને પૈસા આપવાનું વચન આપ્યું હતું.

છેતરપિંડીનો અહેસાસ થયો
શરૂઆતમાં દુકાનદારને બે ચૂકવણી આપવામાં આવી હતી. આ પછી દુકાનદારે 56.7 લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું હતું. આ પછી હેકર્સે પૈસા લઈને સંપર્ક સમાપ્ત કરી દીધો હતો. સંપર્ક તૂટતાની સાથે દુકાનદારને અહેસાસ થયો હશે.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

છેતરપિંડીથી બચવા માટે આ કરો
છેતરપિંડીથી બચવા માટે તમારે ધ્યાન હમેંશા રાખવું જોઈએ કે સીધી રીતે અને સરળ કમાણીની વાત ખોટી જ હોય છે. જો કોઈ પણ વ્યક્તિ આવી વાતો કરે છે તો તમારે તેમાં તેની વાતમાં આવવું નહીં. સાયબર ગુનેગારો સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને લોકોને લૂંટી રહ્યા છે.