January 5, 2025

પંચમહાલના મોરવા હડફમાં વીજ વિભાગની ગંભીર બેદરકારી, કરંટ લાગતા 3 લોકોનાં મોત

પંચમહાલઃ મધ્ય ગુજરાત વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેને કારણે નવ નવયુવાનોએ જીવ ગુમાવવા પડ્યા છે. જીવંત વીજ વાયર પરથી પસાર થતા 3 લોકોનાં મોત નીપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, મોરવા હડફના ભંડોઈ ગામે વીજ વાયરથી શોક લાગતા 3 લોકોનાં મોત નીપજ્યા છે. વીજ શોક લાગતા ત્રણ બાઇક સવારના મોત નીપજ્યા છે. ત્રણેય જીવંત વીજ વાયર પરથી પસાર થયા હતા. ત્યારે તેમને શોક લાગ્યો હતો. મહત્વનું છે કે, રાતના સમયે હાઇન્ટેન્શન લાઇનના વાયર નીચે પડ્યા હતા.

મઘરાતે ત્રણેય યુવાનો બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. વીજ વાયરના સંપર્કમાં આવતા બાઇક સહિત ત્રણેય સળગી જતા મોત નીપજ્યું છે. આ ઘટનામાં બે સગા ભાઈ સાથે ભાણેજનું મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.