December 23, 2024

ચેન્નાઈની શાળામાં ગેસ લીકેજ, 30 વિદ્યાર્થીઓ બીમાર

Gas Leak In Chennai: શહેરની એક શાળામાં ગેસ લીકનો બનાવ સામે આવ્યો છે. ગેસ લીકના બનાવ બાદ અનેક વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે. બાળકોની સાથે શિક્ષકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તિરુવોત્તીયુર સ્થિત મેટ્રિક હાયર સેકન્ડરી સ્કૂલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

શ્વાસ લેવામાં તકલીફ
NDRF કમાન્ડરે માહિતી આપતા જણાવ્યું કે અમે હજી સુધી ચોક્કસ કારણ જાણી શક્યા નથી. અમારી ટીમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ કહ્યું કે અમારામાંથી કેટલાકને હવા મેળવવા માટે વર્ગમાંથી બહાર જવું પડ્યું હતું. શિક્ષકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તણે કહ્યું કેટલાક વિદ્યાર્થીઓ તો બેહોશ પણ થઈ ગયા હતા. પછી તેઓને પણ ભાનમાં લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
સ્કૂલ મેનેજમેન્ટે એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. આ પછી બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના પરિવારના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાળકોના માતા-પિતાએ શાળાના સંચાલન પર આરોપ લગાવ્યો હતો. એક વાલીએ જણાવ્યું કે મારા બાળકને છેલ્લા ત્રણ દિવસથી તેના ગળામાં બળતરા થતી હતી, જે અમે મામૂલી માનતા હતા, પરંતુ આજે તેને દવાખાને લઈ જવો પડ્યો.