October 26, 2024

કેમ ગુજરાતીની દાઢે વળગ્યા ઉતરસંડા મઠિયા અને ચોળાફળી, વિદેશમાં પણ છે ગુંજ

યોગિન દરજી, ખેડા: દિવાળી આવે એટલે ગુજરાતીઓની થાળીમાં મઠીયા અને ચોળાફળી અવશ્ય જોવા મળે. તેમાંય ખેડા જિલ્લાના ઉતરસંડા ગામમાં ઉત્પાદન તથા મઠિયા અને ચોળાફળી એ ગુજરાતીઓની પ્રથમ પસંદગી બની ગયા છે. આજે દેશ વિદેશમાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ઉત્તરસંડાના મઠીયા અને ચોળાફળીની નિકાસ થઈ રહી છે. આખરે ઉતરસંડાના જ મઠીયા અને ચોળાફળી આટલા પ્રખ્યાત કેમ છે? તે જાણવું પણ રસપ્રદ છે.

દિવાળીના તહેવારમાં લોકો મીઠાઈઓની સાથે ચોળાફળી અને મઠીયા ખાવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ મઠિયાં અને ચોળાફળી બનતા હોય છે, પરંતુ ખેડા જિલ્લાના ઉતરસંડા ગામના મઢિયા એ ગુજરાતીઓની પ્રથમ પસંદ બની રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે વિશ્વના જે દેશોમાં ગુજરાતી રહે છે તે દેશોમાંથી ગુજરાતીઓ ઉતરસંડાના મઢિયા અને ચોળાફળી મંગાવતા હોય છે. અહીંયા રહેતા તેમના સ્થાનિક સગા સંબંધીઓ દર વર્ષે દિવાળીમાં મોટી સંખ્યામાં તેની ખરીદી પણ કરે છે. જેના કારણે નવરાત્રી થી દિવાળી સુધી ના દિવસોમાં હજારો ટન મઢિયા ચોળાફળીનું ઉત્પાદન અને વેચાણ થાય છે. જોકે આ માંથી ચોળાફળી ના વિશેષ સ્વાદ પાછડ આ ગામના પાણી નો મહત્વનો ભાગ હોવાનું માણવા માં આવે છે.

ઉતરસંડા ગામમાં મઠિયા અને ચોળાફળી નું ઉત્પાદન કરતી 25 જેટલી કંપનીઓ આવેલી છે આમ તો આ એક ગૃહ ઉદ્યોગ છે, પરંતુ તહેવારને લઈ આ ગૃહ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં મહિલાઓને રોજગારી મળે છે જેના કારણે અહીં કામ કરતી મહિલાઓ આખા વર્ષની કમાણી ફક્ત આ મહિનામાં જ કરી લે છે. નવરાત્રી થી દિવાળી સુધીના ફક્ત 20 દિવસમાં જ હજારો ટન ઉત્પાદન અને વેચાણ ને કારણે અહીંના વ્યવસાય નો આંકડો 300 કરોડને પાર થઈ જતો હોવાનું સ્થાનિક સરપંચ ઈસિત પટેલ જણાવી રહ્યા છે.

દિવાળી આવતા જ ઉત્તરસંડા ગામના વિવિધ કંપનીઓના આઉટલેટ પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ગ્રાહકો પણ એક સાથે એક કિલોથી લઈ 10 કિલો સુધી મઠીયા, ચોળાફળી, સુવાળી સહિત જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ ખરીદતા જોવા મળી રહ્યા છે. એવું નથી કે આ ગ્રાહકો સ્થાનિક હોય કેટલાક આણંદ થી તો કેટલાક ખાસ ખેડા થી અહી ખરીદી કરવા આવી રહ્યા છે.

એક સમય હતો જ્યારે ગામમાં ગૃહિણીઓ મઢિયા અને ચોળાફળી હાથ વણાટ થી બનાવવાનું કામ કરતી હતી. પરંતુ સમયાંતરે હવે મોટા મશીનો આવી ગયા અને આ વ્યવસાય મશીન ઉપર ચાલતો થઈ ગયો. સમય જતા લોકોની માંગ પણ વધી અને માંગ વધવાના કારણે હવે મશીન પર આ વસ્તુઓ બની રહી છે. સમય ની સાથે માંગ માં વધારો થતા મશીનો નો ઉપયોગ જરૂરી બન્યો, પરંતુ સારી બાબત એ છે કે આજે પણ આ ગૃહ ઉદ્યોગ મહિલાઓ માટે આર્થિક સર્ભરતા નું સાધન બની રહ્યો છે.