ટીમ ઈન્ડિયાએ 23 વર્ષ પછી ફરી આ દિવસ જોવાનો વારો આવ્યો
India vs New Zealand: ભારતીય ક્રિકેટ ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા જઈને સિરીઝ જીતવાની તૈયારીઓ ચાલી રહી હતી હવે તો ઘરઆંગણે પણ મેચ જીતવાના ફાંફા પડી ગયા છે. હવે બે મેચમાં બેક ટુ બેક શરમજનક દિવસ જોવાનો વારો આવ્યો છે. આ પહેલા આવું વર્ષ 2001માં બન્યું હતું. આવું ફરી 23 વર્ષ પછી બન્યું છે.
આવો શરમજનક દિવસ ફરી જોવા મળ્યો
આ પહેલા વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા સામે બે મેચમાં લીડ પ્રાપ્ત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ મુંબઈના વાનખેડે ખાતે 173 રનની લીડ અને આ પછી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ઓસ્ટ્રેલિયાની ટીમ 274 રનની લીડ લેવામાં સફળ રહી હતી. આ પછી ટીમ ઈન્ડિયા સાથે આવું કયારે પણ થયું નથી. પરંતુ હવે આખરે રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ દિવસ ફરી જોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ
આ મેચ હારી જશે તો મોટું નુકસાન
મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા પુણે ટેસ્ટ મેચ હારી જશે ઘણું નુકસાન થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. ખાસ વાત તો એ છે કે WTC પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જો આ મેચમાં પણ હાર મળે છે તો ટીમને ઓસ્ટ્રેલિયા જવું પડશે અને પાંચ ટેસ્ટ મેચની સિરીઝ જીતવી પડશે. પરંતુ ઘરઆંગણે જીતવામાં ટીમ ઈન્ડિયાને ફાંફા પડી જતા હોય તો ઓસ્ટ્રેલિયા જઈને મેચ જીતવી ઘણી મુશ્કેલ થશે. જેના કારણે આ મેચ જીતવી ખુબ જ મહત્વની છે.