ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને મળી રાહત
Imran Khan and Bushra Bibi: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને રાહત મળી છે. તમને જણાવી દઈએ કે ભ્રષ્ટાચાર કેસમાં લગભગ નવ મહિના સુધી તેને જેલમાં રાખવામાં આવી હતી. 10 લાખના જામીન બોન્ડ ભર્યા બાદ બીબીને મુક્ત કરવામાં આવ્યા છે.
શું હતો મામલો?
તોશાખાના કેસમાં ઈમરાન ખાન અને તેની ત્રીજી પત્ની બુશરા બીબી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બંનેએ વિદેશી મહાનુભાવો પાસેથી મળેલી ભેટ વેચીને નફો મેળવ્યો હતો. જામીનની સુનાવણી દરમિયાન ઈસ્લામાબાદ હાઈકોર્ટના જજ મિયાગુલ હસન ઔરંગઝેબે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના તપાસ અધિકારીને બુશરા બીબીની વધુ પૂછપરછની વાતમાં અધિકારીએ કહ્યું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને હવે પૂછપરછની જરૂર નથી.
આ પણ વાંચો: દિલ્હીમાં ક્યારથી પડશે ઠંડી? આ રાજ્યમાં મૂશળધાર વરસાદનું એલર્ટ
ઈમરાન ખાન છે જેલમાં
ઈમરાન ખાન ત્રણ અલગ-અલગ કેસમાં 350 દિવસ માટે રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ રાખવામાં આવ્યા છે. તોશાખાના કેસમાં તેને દોષિત ઠેરવ્યો હતો. આ પછી તેના ઘરેથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં કેદ કર્યા પછી તેને વધુ 2 કેસ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 13 જુલાઈના રોજ નકલી નિકાહ કેસમાં મુક્ત થયા પછી તેનેતોશાખાના સંબંધિત અન્ય કેસમાં ધરપકડ કરાઈ હતી.