December 24, 2024

IND vs ENG: ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો,આજે ઈંગ્લેન્ડની ટીમને હંફાવશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાવા જઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી એક ખેલાડીએ ડેબ્યૂ કરવાના છે. આ ખેલાડી ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. આખરે આ ખેલાડીને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડી બીજું કોઈ નહીં પણ રજત પાટીદાર છે.

ઈજાના કારણે નસીબ ખુલ્યું
ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે આ વખતે રજત પાટીદારની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તે મેચમાં ડેબ્યૂ કરી શક્યો નહોતો. પરંતુ તેને બીજી મેચમાં તક મળી છે. શ્રેણીની પ્રથમ મેચમાં બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે આખરે તેને તક મળી છે. પ્રથમ મેચમાં ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થવાના કારણે તેને આ મોકો મળ્યો છે. ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે શ્રેણીની મધ્યમાં ટીમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં સરફરાઝ ખાનને પણ તે સમયે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ બદલાવમાં રોહિત શર્મા કોને તક આપશે તે ખુબ ચર્ચા થઈ હતી. જેમાં એક્સપર્ટ્સ પણ અંદાજો લગાવી શકતા ના હતા કે આ વખતે રોહિત શર્મા કોને તક આપશે.

આ પણ વાચો: જય સતત ત્રીજાવાર બન્યા ACCના શહેં ‘શાહ’, શુભેચ્છાઓની સુનામી

રજત વિરાટ પાસેથી શીખે છે
રજત પાટીદારે વિરાટ કોહલી સાથે ઘણો સમય વિતાવ્યો છે. તેણે કહ્યું, ‘હું વિરાટ પાસેથી શોટ રમવાનું શીખું છું. જ્યારે પણ તે નેટ્સ પર બેટિંગ કરે છે, ત્યારે હું જોઉં છું કે આગળ બોલ પર તેનું શરીર અને ફૂટવર્ક કેવી રીતે કામ કરે છે. તેવું હું પણ કરવાનો પ્રયાસ કરૂ છું’ રજત પાટીદારે તાજેતરના સમયમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ કારણ હતું કે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પાટીદારે 55 ફર્સ્ટ ક્લાસ મેચમાં 4000 રન બનાવ્યા છે. જ્યાં તેણે 45.97ની એવરેજથી બેટિંગ કરી છે. આ મેચમાં કેએલ રાહુલની જગ્યાએ પાટીદાર રમતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે છેલ્લી ટેસ્ટમાં રજત પાટીદાર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પાણી પીવડાવી રહ્યો હતો અને હવે તે ડેબ્યૂ માટે તૈયાર છે.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે