દિલ્હી-NCRમાં GRAP-2 લાગુ, જાણો કઇ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ
Delhi NCR Air Pollution: દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો બીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ડીઝલ જનરેટર પર પ્રતિબંધ રહેશે. આ સાથે વાહન પાર્કિંગ ફીમાં પણ વધારો કરવામાં આવશે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને સોમવારે હવાની ગુણવત્તામાં બગાડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો.
દિલ્હી એનસીઆરમાં પ્રતિકૂળ હવાની ગુણવત્તાના ચાર અલગ-અલગ તબક્કાઓ અનુસાર GRAPનું વિભાજન કરવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં AQI સ્તર 201-300 ની વચ્ચે હોય ત્યારે GRAPનો તબક્કો-1 લાગુ થાય છે. હાલમાં દિલ્હીમાં માત્ર GRAPનો તબક્કો-1 અસરકારક હતો. GRAPનો બીજો તબક્કો ત્યારે અમલમાં આવે છે જ્યારે રાજધાનીમાં હવાની ગુણવત્તા સૂચકાંક 301-400 ની વચ્ચે ‘ખૂબજ ખરાબ’ માપવામાં આવે છે. તબક્કો-3 ‘ગંભીર’ હવાની ગુણવત્તા વચ્ચે લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં AQI 401-450ની વચ્ચે છે. જ્યારે GRAP એક્શન પ્લાનનો અંતિમ અને તબક્કો-4 ‘ગંભીર+’ હવાની ગુણવત્તાની સ્થિતિમાં લાગુ કરવામાં આવ્યો છે.
#WATCH दिल्ली: RML अस्पताल के डॉ. अमित जिंदल ने कहा, "दिल्ली में हर साल दीवाली के मौसम के आसपास प्रदुषण के स्तर में बढ़ोतरी देखी जाती है। इस साल प्रदुषण के स्तर में एक हफ्ते पहले से ही इज़ाफा हो गया है जिससे लोगों को समस्या हो रही है। हमने प्रदुषण से जुड़ी बीमारियों के लिए इलाज… pic.twitter.com/9r1v3X9W9O
— ANI_HindiNews (@AHindinews) October 21, 2024
દિવાળી પહેલા જ વધી જાય છે પ્રદૂષણનું પ્રમાણ, શું ન કરવું જોઈએ નિષ્ણાતે જણાવ્યું
આરએમએલ હોસ્પિટલના ડૉ. અમિત જિંદાલે કહ્યું, ‘દિલ્હીમાં દર વર્ષે દિવાળીની સિઝનમાં પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળે છે. આ વર્ષે ગત સપ્તાહથી પ્રદૂષણનું સ્તર વધ્યું છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે પ્રદૂષણ સંબંધિત રોગોની સારવાર માટે અલગ ઓપીડી શરૂ કરી છે. અમને શ્વાસ લેવામાં તકલીફ, ચામડીમાં બળતરા, ગળામાં દુખાવો, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા વગેરેથી પીડાતા દર્દીઓ મળી રહ્યા છે. અમે શું કરવું અને શું ન કરવું તેની સલાહ આપી છે.