January 31, 2025

ભારત-ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઇને બની સહમતિ, વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન

Indian and Chinese Military: પૂર્વી લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો થવા લાગ્યો છે. ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઇને નવી સહમતિ બની છે. વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે. વિદેશ સચિવે કહ્યું, “ચીન સાથે LACના મુદ્દા પર અમારી સમજૂતિ થઇ છે. સૈનિકોની વાપસી અને સ્થિતિના સમાધાન માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વિપક્ષીય મુદ્દા પર અમે હજુ પણ સમય અને વ્યવસ્તતાઓના અનુરૂપ કામ કરી રહ્યાં છીએ.”

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ મામલે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ભારત અને ચીન આ મુદ્દા મામલે સંપર્કમાં છે અને એક કરાર પર પહોંચ્યા છે. વિદેશ સચિવે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વાતચીત બાદ LAC પર પેટ્રોલિંગને લઈને સમજૂતી થઈ છે.

થોડા સમય માટે, ભારત અને ચીન બંને દ્વારા પૂર્વી લદ્દાખમાં LAC પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું છે કે તાજેતરનો કરાર બંને દેશો વચ્ચે ડિસ-મેનેજમેન્ટ થઇ રહ્યું છે અને આખરે વર્ષ 2020માં આ વિસ્તારોમાં જે પ્રશ્નો ઉભા થયા હતા તેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.