October 22, 2024

બીજી ટેસ્ટ પહેલાં રોહિત શર્માનું ટેન્શન કેમ વધ્યું?

India vs New Zealand: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે હવે રોહિતનો તણાવ વધી ગયો છે. પહેલી મેચમાં હારનો સામનો કરવાના કારણે હવે સિરીઝમાં હારવાનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાં નંબર વન પર હોવા છતાં કોઈ પણ સીટ હજૂ કન્ફર્મ થઈ નથી.ટીમ ઈન્ડિયાની બીજી મેચમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયામાં ફેરફાર થવાની શક્યતાઓ
પહેલી મેચમાં ગિલ ફિટ ના હોવાના કારણે તે આઉટ થઈ ગયો હતો. આ પછી સરફરાઝ અને કેએલ રાહુલ બંનેને મેચ રમવાની તક મળી હતી. પહેલી મેચમાં હાર પછી ટીમ ઈન્ડિયાને હાર મળતા હવે ટીમ ઈન્ડિયામાં ફેરફાર થવાની શક્યતાઓ વધી ગઈ છે. હવે સવાલ એ છે કે કેએલ રાહુલને બીજી તક આપવામાં આવી શકે છે કે નહીં.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

ટીમ ઈન્ડિયા સંપૂર્ણ ફ્લોપ
કેએલ રાહુલ છેલ્લી કેટલીક મેચોમાં ટેસ્ટમાં સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો છે. આમ છતાં રોહિત અને મુખ્ય કોચ તેને સતત તક આપી રહ્યા છે. છેલ્લી મેચમાં ભારતના બે-ત્રણ બેટ્સમેનો સિવાય તમામ ફ્લોપ સાબિત થયા હતા. હવે જોવાનું રહ્યું કે સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચ કેએલ રાહુલ રમે છે કે નહીં. બીજી ટેસ્ટમાં તેને તક મળવાની શક્યતાઓ છે. પરંતુ આખરી નિર્ણય રોહિતનો છે. એટલે જોવાનુ રહ્યું કે રોહિત શું નિર્ણય લે છે.