કરવા ચોથ પર ફેશિયલ નથી કરાવી શક્યા તો ઘરે જ બનાવી લો આ ફેસ પેક, તરત આવશે ચમક
Karva Chauth 2024: જો તમે કરવા ચોથ પર ફેશિયલ નથી કરાવી શકતા તો ઘરે જ આ ફેસ પેક બનાવી શકો છે. જેનાથી તરત તમારા દાગ અને ટેનિંગ દૂર થઈ જશે. અમે તમને ઘરેલુ વસ્તુનો ઉપયોગ કરીને એક ફેસ પેક જણાવીશું જે તમારા ચહેરા પર ગ્લોની સાથે તમારા ચહેરા પર રહેલા દાગને પણ કરશે દૂર. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ ફેસ પેક.
એલોવેરા-મધ ફેસ પેક
એલોવેરા અને મધ બંને તમારી ત્વચા માટે ખુબ ફાયદાકારક છે. એલોવેરા-હની ફેસ પેક બનાવીને એલોવેરા જેલ અને તેમાં મધ નાંખીને મિક્સ કરો. આ પેસ્ટને તમારે 10 મિનિટ સુધી ચહેરા પર રાખવાની છે. અઠવાડિયામાં આવું રોજ કરવાથી તમને ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો જોવા મળશે. તમારા ચહેરા પરથી દાગ દૂર થશે.
હળદર-ચંદનનો ફેસ પેક
તમારા ચહેરાની ચમક માટે તમે હળદર-ચંદનનો ફેસ પેક લગાવી શકો છો. એક બાઉલમાં ચંદન પાવડર અને ગુલાબજળ અને હળદરને મિક્સ કરો. આ પેસ્ટ તમારા ચહેરા લગાવીને 10 મિનિટ રાખો. આ અઠવાડિયામાં રોજ લગાવો છો તો ચોક્કસ તમારા ચહેરાની ચમક વધી શકે છે. ઓઈલી સ્કિન દૂર થશે અને સાથે સાથે દાગ પણ દૂર થશે.
આ પણ વાંચો: બોલિવૂડની આ અભિનેત્રીઓ નથી રાખતી કરવા ચોથનું વ્રત, જાણો કારણ
દહીં-ચણાના લોટનો ફેસ પેક
પહેલાના સમયમાં કોઈ ક્રિમ ના હતી. તે સમયે લોકો દહીં અને ચણાના લોટને મિક્સ કરીને લગાવતા હતા. દહીં અને ચણાના લોટ તમારી ત્વચાને સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. દહીં અને ચણાના લોટનો ફેસ પેક બનાવી સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ 10 મિનિટ સુધી લગાવી શકો છો. તે પછી ઠંડા પાણીથી તમારા ચહેરાને ધોઈ લો.