December 16, 2024

ભારત હારતાની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

World Test Championship: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અત્યાર સુધી બે એડિશન પુર્ણ થઈ ગઈ છે. હાલ ત્રીજી એડિશન રમાઈ રહી છે. ખાસ વાત એ છે કે બંને વખત ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી અને બંને વખત હારી હતી.

ફાઇનલમાં પહોંચવાની આશાને ફટકો
ભારતીય ટીમ બંને વખત ફાઇનલમાં પહોંચી છે અને બંને વખત હારનો સામનો કરવો પડ્યો હતો.ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટે હાર થઈ હતી. હાર થતાની સાથે ટીમ ઈન્ડિયાની ફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ફટકો પડ્યો છે. જોકે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો પ્રથમ દાવમાં શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યા છે. WTC 2023-25માં કુલ 9 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

ખરાબ પ્રદર્શન કર્યું
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાનું એટલું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું કે જેની કોઈ અપેક્ષા ના હતી. ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેન બંને ફ્લોપ સાબિત થયા હતા.