December 18, 2024

6 દિવસમાં એરલાઈન્સને 70 બોમ્બની ધમકી, સરકાર ટૂંક સમયમાં પગલાં લેશે

Airlines In India: એરલાઈન્સ દ્વારા મળતી ધમકીઓ હવે ગંભીર સમસ્યા બની ગઈ છે. હવાઈ ​​મુસાફરીમાં હવે લોકોને ભય રહેવા લાગ્યો છે. કારણ કે 6 દિવસમાં એરલાઈન્સને 70 બોમ્બની ધમકી મળી છે.

સમસ્યાઓ અંગે ચર્ચા કરી
ભારતીય એરલાઈન્સને છેલ્લા ઘણા દિવસથી ધમકીઓ મળી રહી છે. ઉડ્ડયન સુરક્ષા સંસ્થા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના અધિકારીઓએ શનિવારે દિલ્હીમાં તેમના મુખ્યાલયમાં એરલાઇન્સ કંપનીઓના પ્રતિનિધિઓને મળ્યા હતા. બોમ્બની ધમકીઓ મળી રહી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે તહેવારમાં ભીડ રહેતી હોય છે. બીસીએએસના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસને એરલાઈન્સ કંપનીઓને સલામતી અને સુરક્ષા માટેના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: છ મહિનામાં EVના વેચાણમાં જોરદાર વધારો, 25 ટકાના ગ્રોથ સાથે 8 લાખ વાહનો સેલ થયા

પ્રોટોકોલ મજબૂત કરવામાં આવ્યા
મીટિંગ બાદ હસને કહ્યું કે આવા જોખમોનો સામનો કરવા માટે સુરક્ષા પ્રોટોકોલ મજબૂત કરવામાં આવ્યો છે. મુસાફરોએ કોઈપણ ડર વિના મુસાફરી કરી શકે છે. વધુમાં કહ્યું કે ભારતીય એરસ્પેસ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 6 દિવસમાં એરલાઇન્સને 70 ફ્લાઈટ્સને બોમ્બની ખોટી ધમકીઓ મળી છે. ભારતીય એરલાઇન્સ કંપનીઓ સામેની આવી ધમકીઓને કારણે ભારે નાણાકીય નુકસાન થયું છે.