October 17, 2024

આવું મસ્ત છે ગૌતમ ગંભીરનું કાર ક્લેક્શન, આ કાર છે મુખ્યકોચની પહેલી પસંદ

Gautam Gambhir: ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે. અન્ય તમામ ક્રિકેટરોની જેમ ગૌતમ ગંભીર પાસે પણ ઘણી શાનદાર કાર છે. રિપોર્ટ્સ અનુસાર તેના કાર કલેક્શનમાં કઈ કાર અને SUV સામેલ છે. જે રીતે મહેન્દ્રસિંહ ધોનીને બાઈકનો શોખ છે. એની પાસે બાઈકનું સારૂ એવું ક્લેક્શન છે. એવી જ રીતે ગંભીર પાસે ઘણી બધી એવી સારી કારનું ક્લેક્શન છે. જોઈએ એનું કાર ક્લેક્શન.

GLS 350d કાર
GLS 350d એ જર્મન લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝ દ્વારા ભારતીય બજારમાં SUV સેગમેન્ટમાં ઓફર કરવામાં આવે છે. આ દમદાર SUV ગૌતમ ગંભીરના કલેક્શનમાં સામિલ છે. તે ઘણીવાર આ SUVમાં મુસાફરી કરતા તે જોવા મળ્યા છે. ત્રણ-લિટર છ-સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન સાથે આવતી આ SUV 286 હોર્સપાવર અને 600 ન્યૂટન મીટર ટોર્ક છે. કંપની દ્વારા તેમાં 4મેટિક ટેક્નોલોજી આપવામાં આવી છે. મર્સિડીઝની સાથે ગૌતમ ગંભીર પાસે લક્ઝરી સેડાન કાર તરીકે BMWની 530d પણ છે.

ઓડી ક્યૂ5
મર્સિડીઝ એસયુવી અને બીએમડબલ્યુ સેડાન સાથે, ઓડીની ક્યૂ5 એસયુવી પણ તેમના ક્લેક્શનમાં ટોપ પર છે. જે એક શક્તિશાળી એસયુવી છે. તેમાં બે લિટર ક્ષમતાનું એન્જિન છે. જે તેને 249 હોર્સ પાવર અને 370 ન્યૂટન મીટર ટોર્ક આપે છે.

આ પણ વાંચો: છ મહિનામાં EVના વેચાણમાં જોરદાર વધારો, 25 ટકાના ગ્રોથ સાથે 8 લાખ વાહનો સેલ થયા

ટોયોટા કોરોલા
લક્ઝરી કારની સાથે ગૌતમ ગંભીર પાસે જાપાનીઝ ઓટોમેકર ટોયોટાની કોરોલા સેડાન કાર પણ છે. જોકે, કંપનીએ તેને ભારતીય બજારમાં ઓફર કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ આ કારને તેના ઉત્તમ એન્જિન અને ફીચર્સ સાથે ખૂબ પસંદ કરવામાં આવી હતી. કંપનીએ 1.8 લિટરની ક્ષમતા ધરાવતું એન્જિન પણ આપ્યું છે. આ સાથે, તેને ઉત્તમ કમ્ફર્ટ માટે પણ ઘણું પસંદ કરવામાં આવે છે. BS-6 લાગુ થયા બાદ કંપનીએ આ કારનું ઉત્પાદન જ બંધ કરી દીધું હતું. દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મારુતિ દ્વારા ઓફર કરાયેલ SX4 સેડાન કાર પણ ગૌતમ ગંભીરના કાર કલેક્શનમાં સામિલ છે. ટોયોટા કોરોલાની જેમ આ વાહનનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ વાહન હજુ પણ ઘણા લોકો પાસે જોઈ શકાય છે.