December 17, 2024

ભારત-ન્યૂઝીલેન્ડનો 2 દિવસ પછી થશે આમનોસામનો, જાણી લો શેડ્યૂલ

New Zealand Tour Of India: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં 16 ઓક્ટોબરથી શરૂ થશે અને 20 ઓક્ટોબર સુધી રમાશે. આ પછી બંને ટીમ ફરી આમને સામને 28 ઓક્ટોબરના આવશે.

પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત
ભારતીય ટીમે બાંગ્લાદેશને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું હતું. હવે ટીમ ભારત સામે ન્યુઝીલેન્ડનો પડકાર છે. ટીમ ઈન્ડિયા અને ટીમ ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મુકાબલો 16 ઓક્ટોબરથીથી રમાવાનો છે. હાલમાં ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. રોહિતની કમાન હેઠળ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પૂરો પ્રયત્ન કરશે.

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન રમાવાની છે. આ પછી બંને ટીમ ફરી 28 ઓક્ટોબરના આમને સામને આવશે. બીજી મેચ મુંબઈમાં રમાવાની છે. તમને જણાવી દઈએ કે ભારતીય સમય અનુસાર સવારે 9.30 કલાકે અને ન્યૂઝીલેન્ડના સમય મુજબ સાંજે 5 વાગ્યે આ મેચ શરૂ થવાની છે. જોવાનું રહ્યું કે આ મેચમાં કોની જીત થાય છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ પણ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચી શકે છે આ રીતે

ભારત પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની ટીમ
માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ’રર્કે, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટોમ લેથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટમાં), માઈકલ બ્રેસવેલ (ફક્ત પ્રથમ ટેસ્ટ), મિશેલ સેન્ટનર, બેન સીઅર્સ, ઈશ સોઢી (માત્ર બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમસન અને વિલ યંગ.

ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ભારતીય ટીમ
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન,રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ