December 18, 2024

ડીસામાં આંગડિયાકર્મી સાથે રિલ્વોલ્વરની અણીએ લૂંટ, 80 લાખ ભરેલી બેગ લઈને ફરાર

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ડીસામાં લાલ ચાલી પાસે આંગડિયાકર્મી સાથે લૂંટની ઘટના બની છે. આજે આંગડિયાકર્મી 80 લાખ રૂપિયા ભરેલી બેગ એક્ટીવા પર લઈ અને લાલ ચાલી વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા બે ઈસમોએ એક્ટિવા રોકાવી અને રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા.

ત્યારબાદ ડીસા દક્ષિણ ઉત્તર અને તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યી હતી. જો કે, આ ઘટનાને પગલે એલસીબી એસઓજી સહિતની ટીમો પણ આ લૂંટની તપાસને કામે લાગી છે. ત્યારે એસપી અને DySP પણ ડીસા ઘટનાસ્થળે દોડી ગયા છે.

શહેરમાં અને જિલ્લામાં નાકાબંધી કરી અને લૂંટની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આંગડિયાકર્મીની પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.