December 21, 2024

ઐશ્વર્યાએ સસરા અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, લખ્યો ખાસ સંદેશ

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનો ગઈ કાલે તેમનો 82મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમયે અલગ અલગ ઘણા સેલેબ્સે મેગાસ્ટારને શુભેચ્છા પાઠવી હતી. પુત્રવધૂ ઐશ્વર્યાએ પણ બિગ બીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઐશ્વર્યાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે તેના સસરા અમિતાભ બચ્ચનનેજન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.

ઐશ્વર્યાએ આ પોસ્ટ શેર કરી છે
ભલે અમિતાભ બચ્ચન તેમની પુત્રવધૂ એટલે કે ઐશ્વર્યા માટે વધુ ન બોલતા જોવા ના મળતા હોય. પરંતુ ખાસ અવસર પર ઐશ્વર્યા સાસરિયા માટે પોસ્ટ કરવાનું ભૂલતી નથી. દર વર્ષના તે પોતાના સસરાના જન્મદિવસ પર તે કંઈક તો લખે જ છે. ઐશ્વર્યાએ આ વખતે અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર આરાધ્યા સાથે અમિતાભ બચ્ચનની તસવીર શેર કરી હતી. આ તસવીર જૂની છે. ઐશ્વર્યાએ બિગ બી માટે લખ્યું- ‘હેપ્પી બર્થડે, પા-દાદાજી.’ ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને હાઈકોર્ટમાંથી મળી રાહત

પૌત્રી આરાધ્યા સાથેની તસવીર શેર કરી
તસવીરમાં બિગ બી સફેદ કપડામાં જોવા મળે છે. આરાધ્યાએ ફ્લાવર પ્રિન્ટનું ફ્રોક પહેરેલી જોવા મળે છે. ફોટોમાં જોઈ શકાય છે કે બિગ બી હસતા અને તેમની પૌત્રીને ગળે લગાવી રહ્યા છે. આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે અભિષેક બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચને તેમના પિતા અમિતાભના 82માં જન્મદિવસ પર કોઈ પોસ્ટ શેર કરી નથી. ઐશ્વર્યા રાયની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે બચ્ચન પરિવારમાં ચારે બાજુથી તણાવની અફવાઓ ફેલાઈ રહી છે.