December 18, 2024

જેતપુરમાં નિષ્ઠુર જનેતાએ નવજાત શિશુને ત્યજી દીધું, બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું

Jetpur: રાજ્યમાં અવારનવાર સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર ભોજાધાર વિસ્તારમાંથી તાજું જન્મેલ નવજાત શિશુ મળી આવ્યું છે. વહેલી સવારે 4 થી 5 વાગ્યે નવેરામાં કપડાં વગર કોઈ બાળકને મૂકી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર નિષ્ઠુર જનેતાએ જન્મેલું નવજાત બાળકને ત્યજી દીધું હતું. બાળક ત્યજી હાલતમાં મળી આવ્યું હતું. નવજાત શિશુ ઉપર સ્થાનિકો નજર પડતાં તેઓએ સેવાભાવી અને પોલીસને આ અંગે જાણકરી હતી. જોકે, બાળકના રડવાનો અવાજ સાંભળી સ્થાનિકોએ નવેરામાં જોતા બાળક મળી આવ્યું છે. ભોજાધાર વિસ્તારમાંથી તાજું જન્મેલ નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈને સ્થાનિક યુવાને પોલીસ તેમજ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ઓગણજ પાસે મંડળી ગરબામાં ફાયરિંગનો બનાવ, લોકોમાં ભયનો માહોલ

પોલીસની મદદ લઈ નવજાત બાળકને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. સમગ્ર મામલે જેતપુર શહેર પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ આરંભી છે.