December 17, 2024

કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ

Mansi Parekh Kutch Express National Award: આજે, મંગળવારે 8 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ એવોર્ડ સમારોહમાં વિજેતાઓને સન્માનિત કર્યા હતા. તો, કેન્દ્ર સરકાર દ્વારા 70મા રાષ્ટ્રીય પુરસ્કારોમાં જાણીતી ગુજરાતી ટીવી અને ફિલ્મ અભિનેત્રી માનસી પારેખને ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી. આજે દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં માનસી પારેખને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને બેસ્ટ કોશ્ચ્યુમ કેટેગરીમાં પણ એવોર્ડ અપાયો છે. આ એવોર્ડ નિકિ જોશીને ફાળે ગયો છે.  આ ફિલ્મને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય  મૂલ્યોને ઉજાગર કરતી શ્રેષ્ઠ ફિલ્મનો પણ એવોર્ડ અપાયો છે. આમ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાંમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને કુલ ત્રણ એવોર્ડ મળ્યાં હતા.

સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કન્નડ હિટ ફિલ્મ “કાંતારા” માટે રિષભ શેટ્ટીને મળ્યો હતો.’ઉંચાઈ’ માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તથા હરિયાણવી ફિલ્મ ‘ફૌજા’ માટે પવન મલ્હોત્રા બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો મળ્યો છે. શર્મિલા ટાગોર અને મનોજ બાજપેયી અભિનીત ‘ગુલમોહર’ હિન્દી ફિલ્મ માટે એવોર્ડ જીત્યો હતો. બાજપેયીનો પણ સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ મળ્યો હતો.