December 25, 2024

યુટ્યુબ પર શોર્ટ અપલોડ કરનારા માટે હવે જલસો, 15 ઑક્ટોબરથી નવી અપડેટ

YouTube Shorts: યુટ્યુબ પર જુદા જુદા શોર્ટ વીડિયો બનાવીને પોતાનું ટેલેન્ટ બતાવતા લોકો માટે કંપનીએ એક મોટી અપડેટ જાહેર કરી દીધી છે. વીડિયો કોન્ટેટ માટે આવા શોર્ટ વીડિયો કે, રીલ્સ અથવા યુટ્યુબના શોર્ટ ઘણા પોપ્યુલર થયા છે. જેમાં પીરસવામાં આવતા કોન્ટેટ ખરા અર્થમાં એક ઈન્ફોર્મેશનનું વૈવિધ્ય પીરસે છે. કંપનીની એટલે કે યુટ્યુબની નવી અપડેટ અનુસાર હવે 3 મિનિટ સુધી કોઈ પણ શોર્ટને કે ટૂંકા વીડિયોને અપલોડ કરી શકાશે. આ અપગ્રેડ 15 ઑક્ટોબરથી લાગુ થવાની છે.

ટાઈમ ડ્યુરેશન
યુટ્યુબ પર શોર્ટ પહેલા એટ્રેક્શન અને ક્વિક રજૂઆત પર નિર્ભર હતા. જેની સમય અવધી એક મિનિટ કરતા ઓછી નક્કી કરાઈ હતી. આવા શોર્ટ વીડિયોએ ઈન્સ્ટાગ્રામની રીલ્સ અને વિદેશમાં ચાલતા ટીકટોકને બરોબરની ટક્કર મારી છે. હવે વીડિયો પ્લેટફોર્મ લોંગ વીડિયોને સપોર્ટ કરવા મામલે એક પગલું આગળ વધી રહી છે. આ નવી અપડેટ અગાઉ અપલોડ કરેલા વીડિયોને કોઈ જ પ્રકારની અસર નહીં કરે. નવા વીડિયો જે અપલોડ થશે એમાં આ ફીચર મળી રહેશે. આ સિવાય વીડિયોને વધુ આકર્ષક અને મજેદાર બનાવવા માટે કેટલાક બીજા ફીચર્સ પણ લાવી રહી છે. ટૂંક જ સમયમાં આ પ્લેટફોર્મ પર કેટલાક ટેમ્પલેટ પણ મળી રહેશે. રીમિક્સ બટન પર ટેપ કરતા અને ટેમ્પલેટ સિલેક્ટ કરતા વિડિયો બનાવવાની સુવિધા મળી રહેશે.

આ પણ વાંચો: જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ

પૈસા કમાવવા માટે બેસ્ટ
યુટ્યુબ વધુ એક નવી અપડેટ એ લાવી રહી છે કે, જેમાં યુઝર્સને શોર્ટ બનાવવા માટે કેટલીય વિડિયો ક્લિપ તૈયાર મળી રહેશે. આ સિવાય યુટ્યુબ પરથી કમાણી કરતા લોકો માટે વધુ એક નવું ફીચર્સ આ વર્ષના અંત સુધીમાં આવી શકે એમ છે. જોકે, યુટ્યુબ વ્યુઅર્સ પર પોતાનું પેમેન્ટ આપે છે. આ ઉપરાંત સબસ્ક્રાઈબર્સને પણ ધ્યાને લે છે. જેની સામે તે બટન આપીને જે તે કોન્ટેટ ક્રિએટર્સને પૈસા આપી પ્રોત્સાહિત કરે છે. જુદા જુદા પ્લેટફોર્મની સામે ટકી રહેવા માટે યુટ્યુબ આવી ઘણી અપડેટથી ઘણું નવું આપી શકે છે.