October 7, 2024

કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડનું ઝડપાયું ડ્રગ્સ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Kutch: રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવ્યુ છે. આ સિવાય માદક પદાર્થ કોકેઈન પણ મળી આવ્યું છે.

મળતી માહિતી અનુસાર ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં 120 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. તેમજ 11 કિલો કોકેઈન જેની અંદાજે બજાર કિંમત 120 કરોડ રૂપિયા છે. ત્યારે સ્થાનિક પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, આ મામલે પૂર્વ કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ભાયલી સામુહિક દુષ્કર્મ કેસના 5 આરોપીઓ ઝડપાયાં

પૂર્વ કચ્છ SPએ જણાવ્યું કે, ગઈકાલે રાતે ડ્રગ્સના જથ્થા અંગે ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ખારીરોહર વિસ્તારમાં આવતા નિર્જન કોસ્ટલ વિસ્તારમાં તપાસ કરી હતી. જેમાં અંદાજે 12 કિલોના ડ્રગ્સનો જથ્થો 10 જેટલા પેકેટમાં મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કર્યો છે. આ જથ્થાની કિંમત રૂ. 120 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે આ ડ્રગ્સનો જથ્થો કોકેઇન હોવાનું જાણવા મળી રહ્યું છે.