December 26, 2024

અમદાવાદમાં JIOના નામે છેતરપિંડી આચરનારા 15 આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં JIOના નામે કરોડોની છેતરપિંડીમાં 15 ઝડપાયા છે. કરોડોની છેતરપિંડીના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. આર્થિક નિવારણ શાખાએ છેતરપિંડી આચરનારા 15 લોકોની ધરપકડ કરી છે.

ખોટા બિલો સાચા તરીકે અપલોડ કરી ખોટો હિસાબ બતાવી છેતરપિંડી કરી હતી. વર્ષ 2018થી 2024 સુધીમાં (12.12 કરોડ)થી વધુની છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આર્થિક ફાયદા માટે ID પાસવર્ડનો દુરુપયોગ કરી બિલમાં ગોલમાલ કરી છેતરપિંડી આચરી છે. કુલ 611થી વધુ ખોટા અને બનાવટી બિલો સાચા તરીકે અપલોડ કરી કર્યા હતા.

આર્થિક નિવારણ શાખાએ IPCની કલમ 406,409,420,465,467,468,477 (ક) 120 (બી) મુજબ ગુનો નોંધ્યો હતો. ફર્મ ધરાવતા માલિકોએ જે કામ ન કર્યું હોય તેના ખોટા બિલો બનાવ્યા હતા. ખોટા બિલો બનાવી કંપનીના જ કર્મચારીઓ સાથે મેળાપીપણામાં આવી છેતરપિંડી આચરી છે. જુદી જુદી 14 પ્રોપરાઇટરશિપ ફર્મમાં નાણાની હેરફેર કરવામાં આવી હતી. તમામ આરોપીને પોલીસ મેટ્રો કોર્ટ લાવી છે.