December 19, 2024

પપૈયાના આ ફેસ પેકથી તમારી ત્વચા ચમકી જશે

Skin Care: શું તમારી ત્વચા પણ તૈલી છે? ત્યારે અમે તમારા માટે માહિતી લઈને આવ્યા છીએ એવા ફળ વિશે જે તમારી ત્વચા માટે ફાયદાકારક છે. જે લોકોની ત્વચા તૈલી છે તે લોકોની ત્વચાની સમસ્યાઓ વધારે રહેતી હોય છે. અમે તમને આજે પપૈયાનો ફેસ પેક કેવી રીતે બનાવવો તેની રીત લઈને આવ્યા છીએ. જેનાથી તમારો હેરો ચમકશે અને ડાઘ-ધબ્બા દૂર થશે.

એલોવેરા અને પપૈયાનો ફેસ પેક
એલોવેરામાં ઔષધીય ગુણથી ભરપૂર છે. જેના કારણે ત્વચા સંબધિત સમસ્યામાં રાહત મળે છે. પપૈયાના 2 થી 3 નાના ટુકડાઓ લો. હવે તમારે તેમાં એલોવેરા જેલ મિક્સ કરવાનું રહેશે. આ પેસ્ટને તમારે ચહેરા પર 4 મિનિટ સુધી રાખવાનું રહેશે. આ પછી તમારે નવશેકા પાણીથી ચહેરાને ધોઈ લેવાનું રહેશે.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

પપૈયા અને મુલતાની મિટ્ટી ફેસ પેક
પપૈયાના 3 થી 4 નાના ટુકડા સાથે 1 ચમચી મુલતાની માટીના પાવડર સાથે મિક્સ કરવાનું રહેશે. આ પેસ્ટને તમારે ત્વચા પર લગાવીને 15 મિનિટ રાખવાનું રહેશે. આ પછી તમારે પાણીથી ચહેરો ધોઈ લેવાનો રહેશે.

પપૈયા અને મધનો ફેસ પેક
આ ફેસ પેક બનાવવા માટે તમારે 2 ચમચી મેશ કરેલું પપૈયું લેવાનું રહેશે. હવે તમારે 1 ટેબલસ્પૂન મધ લેવાનું રહેશે. બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું રહેશે. આ પેસ્ટને તમારે 15 મિનિટ સુધી રાખવાનું રહેશે.