October 6, 2024

શું સૂર્યકુમાર યાદવ બનશે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન?

Suryakumar Yadav and Jasprit Bumrah: T20I સિરીઝ 6 ઓક્ટોબરથી ગ્વાલિયરના નવા માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાવાની છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. તેણે વર્ષ 2021માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. સૂર્યાએ તેના બેટથી ઘણા રન બનાવ્યા હતા. તેના સારા પ્રદર્શનના કારણે તે T20I રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની ગયો હતા. હવે આવનારી સિરીઝને લઈને પણ તે સંપુર્ણ તૈયાર જોવા મળી રહ્યો છે. હવે આ વચ્ચે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે સૂર્યકુમાર યાદવ બનશે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન. આવો તમામ માહિતી.

એક મોટો ખુલાસો કર્યો
સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ સામેની પ્રથમ T20I મેચ પહેલા એક સંકેત આપી દીધો છે. જેના કારણે આ ચર્ચા વધારે થઈ રહી છે. મુંબઈની ટીમની વાત કરવામાં આવે તો ગયા વર્ષના હાર્દિકની ટીમની કમાન સોંપવામાં આવી હતી. એ પહેલા રોહિત સંભાળી રહ્યા હતા. આવનારી સિઝનમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. સૂર્યાએ એક સંકેત આપ્યો છે જેમાં તેણે કહ્યું કે ભવિષ્યમાં IPL ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવા માંગે છે. આ સંકેતથી ચર્ચા થઈ રહી છે કે તે મુંબઈની ટીમની કમાન સંભાળી શકે છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

શું સૂર્યા MIની કેપ્ટનશીપ સંભાળશે?
T20I મેચ શરૂ થાય તે પહેલા સૂર્યકુમારે IPLમાં ટીમનું નેતૃત્વ કરવાની તેમની મહત્વાકાંક્ષા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. એક મીડિયા સાથેની વાતમાં તેણે જણાવ્યું કે તે તેની નવી ભૂમિકાનો આનંદ માણી રહ્યો છે. જ્યારે તે મુંબઈની ટીમમાં રોહિતની કપ્તાનીમાં રમ્યો હતો ત્યારે પણ ત્યારે તે તેને શેર કરતો હતો. તેણે કહ્યું કે ભારતની કેપ્ટનશીપ કરવી સારું લાગે છે. તેણે વધુમાં કહ્યું કે ટીમને કેવી રીતે આગળ લઈ જવી તે તેણે અન્ય કેપ્ટનો પાસેથી શીખ્યા છે.