વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, CISFને ઇમેઇલ મળતા તંત્ર એલર્ટ
Vadodara: વડોદરા એરપોર્ટને ફરી એક વખથ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેઇલ થકી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર એલર્ટ મોડમાં છે. આ અંગે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, એરપોર્ટના ઇમેઇલ પર ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસે કવાયત શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. CISFના ઇમેઇલ પર મળેલા એક મેઈલથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. ઇમેઇલ થકી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. ધમકી મળતી પોલીસ સહિત વિવિધ એજન્સીઓ એક્શન મોડ પર જોવા મળી રહી છે. તેમજ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: થાનમાં ડેન્ગ્યુથી 12 વર્ષના બાળકનું મોત, ગંદકીના કારણે કેસમાં નોંધાયો વધારો
વડોદરાના હરણી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ તાત્કાલિક એરપોર્ટ ખાતે પહોંચી ગઇ હતી અને તપાસ શરુ કરી હતી. પોલીસ દ્વારા પણ એરપોર્ટના તમામ વિભાગમાં ચેકિંગ કરવામાં આવ્યુ. જો કે હજુ સુધી એરપોર્ટ પરથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.