December 20, 2024

ભાગેડુ કટ્ટરપંથી ઝાકિર નાઈક પહોંચ્યો પાકિસ્તાન, અહીં ભારત વિરુદ્ધ ઓકશે ઝેર

Pakistan: ભાગેડુ કટ્ટરપંથી ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક જે ભારતમાંથી ફરાર છે. સોમવારે ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર સહિત ઘણા મોટા શહેરોમાં ભાષણ આપવા માટે ઈસ્લામાબાદ પાકિસ્તાન પહોંચી ગયો છે. તે હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહ્યો છે. મળતી માહિતી મુજબ, ઝાકિર 28 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં ભાષણ સાથે પોતાની મુલાકાત સમાપ્ત કરશે. પાકિસ્તાનના ધાર્મિક મામલાના મંત્રાલયના પ્રવક્તાને અનુસાર આ જાણકારી આપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આ શહેરોમાં શુક્રવારની નમાઝની સભાઓનું નેતૃત્વ કરશે અને સંબોધન પણ કરશે. પાકિસ્તાનના વડાપ્રધાન યુવા કાર્યક્રમના અધ્યક્ષ રાણા મશહૂદ, ધાર્મિક બાબતોના સંસદીય સચિવ શમશેર અલી મઝારી, ધાર્મિક બાબતોના મંત્રાલયના અધિક સચિવ સૈયદ ડૉ. અત્તા-ઉર-રહેમાન અને અન્યોએ ન્યૂ ઈસ્લામાબાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું.

ઝાકિર નાઈકે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તેમની મુલાકાતની જાહેરાત કરી હતી અને પાકિસ્તાનમાં આપવામાં આવનાર જાહેર ભાષણોની વિગતો શેર કરી હતી. તેઓ 5 ઓક્ટોબરે તેમનો પ્રવાસ શરૂ કરવા જઈ રહ્યા છે. જે કરાચી પછી લાહોર અને પછી ઈસ્લામાબાદથી શરૂ થશે. આ પહેલા સોમવારે ઝાકિર નાઈકે X પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેણે પોતાનું જાહેર ભાષણ કેમ ટૂંકાવ્યું છે.

આ પણવાંચો: ‘કેનેડા હવે કેનેડા નથી… ભારત લાગે છે’, Video થયો વાયુવેગે વાયરલ

ઝાકિર નાઈક 2016માં મલેશિયા ભાગી ગયો હતો
તેમણે કહ્યું, ‘જો તમે ગણો તો જાહેર ભાષણોમાં ભાગ લેનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી છે. હું શહેરમાં જતો હતો અને પાંચ દિવસ, કદાચ 15 દિવસ કે બે અઠવાડિયા માટે પ્રેઝન્ટેશન આપતો હતો અને 20 દિવસ ભાષણ આપતો હતો. પરંતુ આજકાલ હું દેશમાં જઈને માત્ર સપ્તાહના અંતે ભાષણ આપું છું. જો કે, તે બે સત્રોમાં કુલ હાજરી 10 ભાષણો કરતાં ઘણી વધારે છે. આ માત્ર એક સ્પષ્ટતા છે.’ ઝાકિર નાઈક નફરતભર્યા ભાષણ દ્વારા લોકોને વિભાજિત કરવાની વાત કરી રહ્યા છે. તેણે ભારતમાં કાનૂની કેસોનો સામનો કર્યો છે. જેમાં નફરત ફેલાવવાના અને મની લોન્ડરિંગના આરોપોનો સમાવેશ થાય છે. તે 2016માં મલેશિયા ભાગી ગયો હતો અને ત્યારથી તે ભાગેડુ છે.