January 2, 2025

હિઝબુલ્લાહના નવા ચીફ બન્યા હાશિમ સફીદ્દીન, ભાઈ નસરાલ્લાહની મોત બાદ મળી કમાન

Hezbollah New Chief Safieddine: હસન નસરાલ્લાહની હત્યા બાદ હિઝબુલ્લાએ તેના નવા વડાની જાહેરાત કરી છે. હાશિમ સફીદ્દીન હવે તેમની જગ્યા લેશે. સફીદ્દીનની ગણતરી નસરાલ્લાહ અને નઈમ કાસિમની સાથે હિઝબુલ્લાના ટોચના ત્રણ નેતાઓમાં થતી હતી. સફીદીનને 2017માં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. તે હિઝબુલ્લાહની રાજકીય બાબતોની દેખરેખ રાખે છે અને જૂથની જેહાદ કાઉન્સિલના સભ્ય છે.

ઈરાન સાથે સારા સંબંધો
એવું કહેવાય છે કે સફીઉદ્દીન ઈરાન સાથે પણ સારા સંબંધો ધરાવે છે. તેમના પુત્રના લગ્ન પૂર્વ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની પુત્રી સાથે થયા છે. બેરૂતમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં હસન નસરાલ્લાહના મોતને લઈને ઈઝરાયેલના મીડિયામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે હાશેમ સફીઉદ્દીન પણ તેની સાથે હાજર હતો. પરંતુ સદનસીબે તે જીવતો બચી ગયો હતો.

સફીદ્દીન શારીરિક રીતે તેના પિતરાઈ ભાઈ નસરાલ્લાહ જેવો જ છે. 1964માં દક્ષિણ લેબનોનના દેઈર કનોન અલ-નહરમાં જન્મેલા સફીદ્દીનને 1990ના દાયકામાં નસરાલ્લાહના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નસરાલ્લાહે હિઝબુલ્લાના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યાના બે વર્ષ પછી જ સફીદ્દીનને બેરૂત પાછા બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 5 વર્ષ પછી દરેક અગ્નિવીરને પેન્શન સાથે નોકરી મળશે, અમિત શાહે રાહુલને કહ્યું – જૂઠ્ઠુ બોલવાનું મશીન

નસરાલ્લાહ 32 વર્ષ સુધી સંગઠનના પ્રમુખ હતા
શુક્રવારે (27 સપ્ટેમ્બર 2024), ઇઝરાયેલે લેબનીઝ રાજધાની બેરૂત પર હવાઈ હુમલો કર્યો. જેમાં હિઝબુલ્લાના વડા માર્યા ગયા. જે ઓપરેશન હેઠળ હસન નસરાલ્લાહ માર્યો ગયો તેનું નામ ન્યૂ ઓર્ડર હતું. તેઓ 32 વર્ષ સુધી સંસ્થાના પ્રમુખ હતા. 2006માં ઈઝરાયેલના ડરથી હસન નસરાલ્લાહને છુપાઈ જવું પડ્યું હતું. તે સમયે માત્ર હાશિમ સફીદ્દીન જ જાહેરમાં દેખાતા હતા. હિઝબુલ્લાહનો નવા ચીફ બન્યા બાદ સફીઉદ્દીન પાસે હવે ઈઝરાયલને જવાબ આપવાની સાથે પોતાની સુરક્ષાની જવાબદારી પણ હશે.