December 27, 2024

વરસાદે મેચની મજા બગાડી, બીજી મેચ રદ્દ

 India vs Bangladesh 2nd Test: કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ મેચનો આજે બીજો દિવસ હતો. વરસાદના કારણે બીજી મેચ પણ રદ્દ કરવામાં આવી છે. બીજા દિવસે એક પણ બોલ ફેંક્યા વગર બીજા દિવસની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી છે.

ખેલાડીઓ હોટલે થયા રવાના
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. પરંતુ વરસાદના કારણે બીજા દિવસે મેચ રદ્દ કરવામાં આવી છે. પહેલા દિવસે પ્રથમ દાવમાં 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા છે. બીજી બાજૂ આજના દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. આ મેચ રદ્દ થાય તે પહેલા જ ખેલાડીઓ હોટલમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું

વરસાદે મેચની મજા બગાડી
મેચના બીજા દિવસની રમત વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. મેચ હજૂ રદ્દ થાય તે પહેલા જ ખેલાડીઓ મેદાનમાંથી હોટલમાં પરત ફર્યા હતા.

આ પણ વાંચો: ના ગિલ, ના હાર્દિક; આ ક્રિકેટર અનન્યા પાંડેનો ક્રશ

બંને ટીમના પ્લેઇંગ ઇલેવન

ઈન્ડિયા (પ્લેઈંગ) ઈલેવન: કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, પંત (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશ (પ્લેઈંગ ઈલેવન): મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.