ધોનીનો બાઇક રાઈડનો Video Viral, નવો લુક છે શાનદાર

MS Dhoni: IPL 2025 ની મેગા ઓક્શન પહેલા, MS ધોની તેના હોમ ટાઉન રાંચીમાં આરામ કરતો જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની  ફરી એકવાર તેની શાનદાર સ્ટાઇલ અને લાંબા વાળના લુકને લઈને ચર્ચામાં આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયો થયો વાયરલ
એમએસ ધોની હાલમાં ક્રિકેટથી દૂર જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાથી તે આરામ કરી રહ્યો છે. તેના લાંબા વાળના લુકને કારણે ફરી વાર તે ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયોમાં ધોની ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. ચાહકોને તેની સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે. તેની સ્ટાઇલિશ એન્ટ્રીએ ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

ખેલાડીઓને અનકેપ્ડ કેટેગરીમાં રાખવામાં
ધોનીની ભવિષ્યની યોજનાઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે. તેમાં પણ હવે ધોનીની નિવૃત્તિ અંગેની અટકળોની ચર્ચાઓ થઈ રહી છે. ઘણા અહેવાલો અનુસાર, BCCI એક નવી યોજના પર વિચાર કરી રહ્યું છે જેમાં નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને અનકેપ્ડ કેટેગરીમાં રાખવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે અનકેપ્ડ ખેલાડીને માત્ર રૂપિયા 4 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જાળવી શક્યો હોત પરંતુ ટીમે રુપિયા 12 કરોડ ચૂકવ્યા હતા.