“આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે”, જમ્મુમાં PM મોદીએ યાદ કરાવી સર્જીકલ સ્ટ્રાઈક
PM Modi in Jammu Kashmir: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું. રેલી દરમિયાન PM મોદીએ કહ્યું કે આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય નક્કી કરવા માટેની ચૂંટણી છે. આજે શહીદ વીર સરદાર ભગતસિંહની જન્મજયંતિ પણ છે. દેશના કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત ભગતસિંહને હું આદરપૂર્વક વંદન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુની આ સભા વિધાનસભા ચૂંટણીની મારી છેલ્લી સભા છે. મને છેલ્લા અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત કરવાની તક મળી. હું જ્યાં પણ ગયો ત્યાં ભાજપ પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે.
લોકો આતંક નહીં શાંતિ ઈચ્છે છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની જનતા આતંક, અલગાવવાદ અને હિંસા નથી ઇચ્છતા. અહીંયા લોકો શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે. અહીના લોકો પોતાના બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે. અને તે સુનિશ્ચિત કરવા માટે અહીના લોકો ભાજપની સરકાર લાવવા માંગે છે. જમ્મુ કાશ્મીરના લોકો કોંગ્રેસ, NC અને PDPના ત્રણ ખાનદાનથી ત્રસ્ત થઈ ગયા છે. લોકો ફરીથી તે નિઝામ નથી ઇચ્છતા, જેમાં ભ્રષ્ટાચાર હોય, નોકરીઓમાં ભેદભાવ હોય. જમ્મુ કાશ્મીરના લોકો આતંક, અલગાવ અને હિંસા નથી ઇચ્છતા. અહીંયા લોકો અમન અને શાંતિ ઈચ્છે છે.
ભાજપની જે સરકાર બનશે તે તમારી પીડા દૂર કરશે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે તબક્કામાં થયેલ મતદાનમાં જમ્મુ કાશ્મીરની જનતાએ પોતાનો મૂડ બતાવી દીધો છે. બંને તબક્કામાં ભાજપના સમર્થનમાં જોરદાર મતદાન થયું છે. હેવ અહી ભાજપની પૂર્ણ બહુમત સાથેની સરકાર બનવા જઈ રહી છે. જમ્મુ ક્ષેત્રના લોકો માટે ઇતિહાસમાં પહેલા ક્યારેય આવી તક નથી આવી જે આ ચૂંટણીમાં મળી છે. પહેલીવાર જમ્મુ ક્ષેત્રના લોકોની ઈચ્છા વાળી સરકાર બનવા જઈ રહી છે, તમારે આ તક જતી નથી કરવાની. કારણ કે ભાજપની જે સરકાર આવશે તે તમારી પીડા દૂર કરશે.
ભાજપે ગોળીનો જવાબ ગોળાથી આપ્યો: મોદી
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દાયકાઓમાં અહીં માત્ર કોંગ્રેસ, એનસી અને પીડીપીના નેતાઓ અને તેમના પરિવારનો જ વિકાસ થયો છે. તમારા ભાગે માત્ર વિનાશ આવ્યો છે. આ જે આપણી પેઢીઓએ બર્બાદ થઈ છે તેના માટે સૌથી વધુ જવાબદાર કોંગ્રેસ પાર્ટી છે. આઝાદી બાદથી જ કોંગ્રેસની ખોટી નીતિઓ તમારા માટે વિનાશ જ લાવી છે. જમ્મુનો મોટો ભાગ સરહદને અડીને આવેલો છે. તમને એ સમય યાદ છે, જ્યારે સરહદ પારથી દરરોજ ગોળીબાર થતો હતો, ત્યારે મીડિયામાં રોજ બ્રેકિંગ ન્યૂઝ ચાલતા હતા કે ‘ફરી એક વાર યુદ્ધવિરામ ભંગ’. ત્યાંથી ગોળીઓ ચલાવવામાં આવતી હતી અને કોંગ્રેસના લોકો સફેદ ઝંડા બતાવતા હતા. પરંતુ જ્યારે ભાજપ સરકારે ગોળીઓનો જવાબ ગોળાઓથી આપ્યો તો ત્યાંના લોકો હોશ ઠેકાણે આવી ગયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ ક્યારેય દેશ માટે શહીદ થયેલા લોકોનું સન્માન નથી કરી શકતી. આ કોંગ્રેસે જ આપણા સૈનિક પરિવારોને 4 દાયકાઓ સુધી ‘વન રેન્ક વન પેન્શન’ માટે તડપાવ્યા હતા. કોંગ્રેસ આપણા સૈનિકો સાથે ખોટું બોલે છે. તેઓ કહેતા હતા કે ‘વન રેન્ક વન પેન્શન OROPથી સરકારી તિજોરી પર ભારણ વધશે. પરંતુ, મોદીએ ક્યારેય સેનાના પરિવારોના હિતની સામે કોઈ ખજાનાને મહત્વ નથી આપ્યું અને એટલે 2014માં સરકાર બન્યા બાદ, અમે વન રેન્ક વન પેન્શન યોજના લાગુ કરી દીધી. અને અત્યાર સુધીમાં સૈનિક પરિવારોને એક લાખ 20 હજાર કરોડ રૂપિયાથી વધુ મળી ચૂક્યા છે. તાજેતરમાં અમે OROPને પુનર્જીવિત પણ કરી જેથી સૈનીક પરિવારોને વધુને વધુ લાભ મળી શકે.