January 15, 2025

Ranveer Allahbadiaની YouTube ચેનલ ડિલીટ…!, શું BeerBicepsની કારકિર્દી ખતમ?

Ranveer Allahbadia Youtube channel: પોપ્યુલર યુટ્યુબર Ranveer Allahbadia સાથે એક ઘટના બની છે જે યુટ્યુબ કોમ્યુનિટીને હચમચાવી શકે છે. કોઈએ Ranveer Allahbadiaની 2 યુટ્યુબ ચેનલ હેક કરી છે. ઘણીવાર સમાચાર આવતા રહે છે કે સેલેબ્સની ચેનલો અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા છે. હવે આવું જ કંઈક લોકપ્રિય યુટ્યુબરRanveer Allahbadia સાથે થયું છે. નોંધનીય છે કે, તે યુટ્યુબની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે. તેની ચેનલ પર તે બોલીવુડની મોટી મોટી હસ્તીઓ સાથે વાત કરતો જોવા મળે છે.

રણવીર અલ્હાબાદિયાની બે યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી
કરીના કપૂર, જાન્હવી કપૂર, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, વિદ્યુત જામવાલ, દરેક સેલિબ્રિટીએ રણવીર અલ્લાહબડિયાની ચેનલ પર ઘણા ખુલાસા કર્યા છે. કેટલાક લોકો તેને ‘બિયર બાઈસેપ્સ’ નામથી પણ ઓળખે છે જે તેની યુટ્યુબ ચેનલનું નામ હતું. આ ચેનલ પર સેલેબ્સ અને ઘણા રાજકારણીઓના ઇન્ટરવ્યુ હતા જેમાં સારા વ્યૂ પણ મળ્યા હતા. પરંતુ કોઈએ 25 સપ્ટેમ્બરે તેની ચેનલ હેક કરી અને તેનું નામ બદલીને ‘@Tesla.event.trump_2024’ કરી દીધું હતું. એટલું જ નહીં, તેની બીજી ચેનલ ‘Bear Biceps’નું નામ ‘@Elon.trump.tesla_live2024’ થઈ ગયું હતું.

ડિલિટ થઇ ગઇ બંને ચેનલો
થોડી જ વારમાં બંને ચેનલોમાંથી પહેલા તમામ ઈન્ટરવ્યુ અને પોડકાસ્ટ ડિલીટ થઇ ગયા હતા અને હવે આ બંને ચેનલો યુટ્યુબ પરથી ડિલીટ થઇ ગઇ છે. રણવીર અલ્લાહબડિયાએ પોતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બર્ગર અને ફ્રાઈસની તસવીર શેર કરી અને લખ્યું, ‘મારી બે મેઇન બંને ચેનલો હેક થવાની ઉજવણીમાં મારા મનપસંદ ખોરાક સાથે. વેજ બર્ગર. હું મુંબઈ પાછો આવી ગયો છું.

રણવીર અલ્લાહબડિયા તેની કારકિર્દીને લઈને ચિંતિત
આ પછી તેણે ફરી બીજી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક તસવીર શેર કરી. આ ફોટોમાં તે આંખો પર સ્લીપિંગ માસ્ક પહેરીને હસતો જોવા મળી રહ્યો છે. આ શેર કરતી વખતે તેણે લખ્યું, ‘શું આ મારી YouTube કારકિર્દીનો અંત છે? તમને બધાને જાણીને આનંદ થયો. તમને જણાવી દઈએ કે, રણવીર અલ્લાહબડિયા અને તેની ટીમ આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. આ લોકો યુટ્યુબના સંપર્કમાં છે અને ચેનલને પાછી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.