December 13, 2024

ગર્લફ્રેન્ડના 59 ટુકડાં કર્યા પછી આરોપીની લાશ ઝાડ પર લટકતી મળી

Mahalakshmi Murder Case: થોડા દિવસો પહેલા બેંગલુરુમાં તેના ઘરમાંથી એક મહિલાના ટુકડા મળી આવ્યા હતા. આ મહિલાનું નામ મહાલક્ષ્મી છે. તેનો મૃતદેહ ફ્રીઝરમાંથી મળી આવ્યો હતો. પોલીસનું આ કેસમાં એવું માનવું છે જેણે મહાલક્ષ્મીની હત્યા કરી હતી અને તેના શરીરના 59 ટુકડા કરી દીધા હતા તે આરોપી મહાલક્ષ્મીનો બોયફ્રેન્ડ હોવાનું સામે આવ્યું હતું. જેનું નામ મુક્તિ રંજન રોય હોવાનું કહેવાય છે.

આરોપી તેના ગામ ગયો હતો
પોલીસે કહ્યું કે મુક્તિ રંજન રોયનો મૃતદેહ ઓડિશાના ભદ્રક જિલ્લાના ધુસુરી પોલીસ સ્ટેશન હેઠળના એક ગામમાંથી મળી આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે રોય મંગળવારે તેના ગામ ગયો હતો. આ હત્યાથી સમગ્ર દેશ હચમચાવી દીધો હતો. તમને જણાવી દઈએ કે  પડોશીઓએ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કર્યા બાદ 21 સપ્ટેમ્બરના રોજ તેના એપાર્ટમેન્ટના રેફ્રિજરેટરમાં તેનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચો: દુનિયાનું એકમાત્ર એવું મંદિર જેના નિર્માણમાં ઘીનો ભરપૂર ઉપયોગ થયો હતો

ઘરમાંથી દુર્ગંધ
29 વર્ષીય મહાલક્ષ્મી સપ્ટેમ્બરનો મહિનો શરૂ થતાની સાથે જોવા મલી ના હતી. ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. પડોશીઓએ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કર્યા બાદ 21 સપ્ટેમ્બરના રોજ તેના એપાર્ટમેન્ટના રેફ્રિજરેટરમાં તેનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મહાલક્ષ્મીની હત્યા કરી હતી અને તેના શરીરના 59 ટુકડા કરી દીધા હતા તે આરોપી મહાલક્ષ્મીનો બોયફ્રેન્ડ હોવાનું સામે આવ્યું હતું. જેનું નામ મુક્તિ રંજન રોય હોવાનું કહેવાય છે. હવે તે આરોપીની લાશ ઓડિશામાં ઝાડ પર લટકતી મળી છે.