January 16, 2025

રેસ્ટોરન્ટ જેવી ટમાટર ફુદીનાની ચટણી બનાવો ફટાફટ

તમે ટામેટાની ચટણી ઘણી વખત બનાવી હશે, પરંતુ આજે અમે એક નવા ટ્વિસ્ટ સાથે ટામેટાની અને ફૂદીનાની ચટણી બનાવી રહ્યા છીએ. આપણા ઘરોમાં ઢોકળા સાથે, મુઠીયા સાથે ઘણી વખત સેન્ડવીચ અને પરોઠા સાથે પણ ટમેટાની ચટણી ખાતા હોઈએ છીએ. ત્યારે તમારી રેગ્યુલરવાળી ચટણીની જગ્યાએ આ ચટણી ટ્રાય કરી શકો છો. તમારી પસંદ અનુસાર થોડી ખાંડ પણ એડ કરી શકો છો.

સામગ્રી
– 2 ટામેટાં
– 1 ડુંગળી સમારેલી
– એક ચપટી હીંગ
– 6-8 લીબડાના પાન
– 4 સૂકા લાલ મરચા
– 5 લસણની કળી
– 1 ઇંચ આદુ
– 1 કપ ફુદીનો
– 1/2 કપ લીલા ધાણા
– 1 ટીસ્પૂન જીરું
– 1/4 ચમચી મેથીના દાણા
– 1 ચમચી આમલી
– 3/4 ચમચી સરસવ
– 1 ચમચી ચણાની દાળ
– 1 ચમચી અડદની દાળ
– સ્વાદ મુજબ મીઠુંરીત
– સૌપ્રથમ કડાઈમાં મધ્યમ આંચ પર તેલ મુકો અને તેને ગરમ થવા દો.
– ચણાની દાળ, અડદની દાળ, મેથી, જીરું અને સૂકું લાલ મરચું નાખીને સાંતળો.
– હવે તેમાં ડુંગળી, લસણ અને આદુ નાખીને થોડા શેકી લો.
– ત્યાર બાદ તેમાં ટામેટા, આમલી અને મીઠું નાખીને ઢાંકીને નરમ થાય ત્યાં સુધી પકાવો.
– ટામેટાં નરમ થઈ જાય પછી તેમાં ફૂદીનો અને લીલા ધાણા નાખીને ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા માટે રાખો.
– મિશ્રણ ઠંડું થાય પછી તેને ગ્રાઇન્ડરની બરણીમાં નાખીને પેસ્ટ બનાવી લો.
– પેસ્ટને બાઉલમાં કાઢી લો.
– પેનમાં તેલ મૂકી મધ્યમ તાપ પર ગરમ કરો.
– તેમાં સરસવ, હિંગ અને મેથીનો વઘાર કરીને તળી લો.
– તૈયાર કરેલ વઘારને ચટણી પર રેડો.
– ટામેટા-ફૂદીનાની ચટણી તૈયાર છે.

આ પણ વાંચો: તમારા ડાયટ પ્લાનમાં એડ કરો આ પનીર સલાડ

આપણા ઘરોમાં રોજ બનતી વાનગીઓની સાથે કેટલીક નવી વાનગીઓ બનાવવાની મજા કંઈક અલગ હોય છે. તો બસ, આવી અવનવી અને સરળ વાનગીઓ અમે તમને આપતા રહીશું.