ભારતમાં Mpoxના Clade 1B સ્ટ્રેનનો પ્રથમ કેસ, UAEથી ભારત પરત આવેલા યુવકમાં જોવા મળ્યા લક્ષણો
Mpox Clade 1B: ભારતમાં ઘાતક મંકીપોક્સ ક્લેડ 1B સ્ટ્રેનનો પ્રથમ કેસ પણ નોંધાયો છે. અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે આ એ જ સ્ટ્રેન છે જેને લઇને ગયા મહિને WHO દ્વારા પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. Mpox Clade 1B વેરિઅન્ટનો આ કેસ કેરળના એક વ્યક્તિમાં જોવા મળ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)થી પરત આવેલા મલપ્પુરમના 38 વર્ષીય રહેવાસીમાં ‘Clade 1B સ્ટ્રેન’નું સંક્રમણ જોવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, દર્દીની હાલત સ્થિર છે અને આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે. આ સ્વરૂપને કારણે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા મહિને બીજી વખત MPOXને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી. અગાઉ, રાષ્ટ્રીય રાજધાનીમાં નોંધાયેલ એમપોક્સનો કેસ હરિયાણાના હિસારના 26 વર્ષીય વ્યક્તિનો હતો, જે આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ આફ્રિકન ‘ક્લેડ 2’ વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો.
WHOએ MPOX ને 2022થી ‘આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી’ જાહેર કરી ત્યારથી ભારતમાં 30 કેસ નોંધાયા છે. દરમિયાન, આ મહિનાની શરૂઆતમાં દિલ્હીની લોક નાયક જયપ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલમાં દાખલ એક MPox દર્દીને રજા આપવામાં આવી છે. હોસ્પિટલના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.