હાર્દિકના ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવાના સમાચાર વચ્ચે વીડિયો વાયરલ
Hardik Pandya Test Return: હાર્દિક પંડ્યા છેલ્લે શ્રીલંકા સામે T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2018 પછી તે ટેસ્ટ મેચમાં રમતો જોવા મળ્યો ના હતો. ગૌતમ ગંભીર મુખ્ય કોચ બન્યા બાદ હાર્દિકની ટેસ્ટ વાપસીની ચર્ચાઓ વધી ગઈ છે. આ વચ્ચે હાર્દિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાર્દિક કરસરત કરી રહ્યો હતો.
કસરત કરી રહ્યો હતો
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે અલગ અલગ પ્રકારની કસરત કરી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં હાર્દિકે લખ્યું કે “હંમેશા પોતાની જાતને સુધારવા પર ધ્યાન આપો.” આ વીડિયોની નીચે લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ તેની વાપસીની કોમેન્ટ કરી રહ્યા છે તો કોઈ તેના પર સન્માન કરી રહ્યું છે તેવી ઈમોજી મોકલી રહ્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો: વિરાટ પાસે આ રેકોર્ડ બનાવવાની તક
હાર્દિક ટેસ્ટ ટીમમાં વાપસી કરશે?
હાર્દિક પંડ્યાએ જુલાઈ વર્ષ 2017માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે તેમાં 11 ટેસ્ટ મેચ રમી અને 532 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરવામાં આવે તો તેણે 17 વિકેટ લીધી હતી. આ પછી તેને કમરની સમસ્યા થઈ ગઈ હતી. આ પછી તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેનું વર્ક શેડ્યૂલ મેનેજ કરવામાં આવ્યું હતું. આજ કારણ હતું કે છેલ્લા 6 વર્ષથી કોઈ ટેસ્ટ મેચથી તે રમી શક્યો નથી.