December 23, 2024

ભારતે બાંગ્લાદેશ સામે ઐતિહાસિક જીત નોંધાવી, આવું 92 વર્ષમાં પહેલીવાર બન્યું

IND vs BAN: ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ 280 રને જીત પ્રાપ્ત કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ શાનદાર રીતે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી હાર આપી હતી. ટીમ ભારતે બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી હતી. આર અશ્વિનની ભૂમિકા ઘણી ખાસ રહી હતી. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ પહેલીવાર કોઈ ટીમ સામે સતત 6 મેચ જીતી છે.

ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત
ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 92 વર્ષથી ટેસ્ટ મેચ રમી રહી છે. 92 વર્ષમાં પ્રથમ વખત ભારતે આવી જીત નોંધાવી છે. ટીમ ઈન્ડિયાની આ 179મી જીત છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલી વાર થયું છે જેમાં ટીમ ઈન્ડિયાની જીતની સંખ્યા વધારે છે. જ્યારે તેની સામે હારની સંખ્યા ઓછી છે. ટીમ ઈન્ડિયા 92 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહી છે. જેના કારણે આ ટીમ ઈન્ડિયાની શાનદાર અને ઐતિહાસિક જીત છે.

આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

કેવી રહી આખી મેચ?
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીત્યો હતો. આ પછી બાંગ્લાદેશની ટીમે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ આવી હતી. ટીમ ઈન્ડિયાએ તેમાં 144 રન બનાવ્યા અને 6 વિકેટ ગુમાવી હતી. આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની ખાસ ભૂમિકા જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાને હારથી બહાર કાઢવામાં ખાસ ફાળો જોવા મળ્યો હતો. અશ્વિને 113 રન અને જાડેજાએ 86 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. હસન મહમૂદે 5 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા તરફથી બુમરાહે તે ઇનિંગ્સમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.