December 18, 2024

MLA ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટિંગની ફરિયાદ, હોટેલના મેનેજરને માર માર્યો હોવાનો આક્ષેપ

નર્મદાઃ આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વનકર્મીને માર મારવાના ગુનામાં શરતી જામીન પર છૂટ્યા હતા.

ડેડિયાપાડાના ધારાસભ્ય સહિત 7 લોકો પર હોટેલના મેનેજરે માર મારવાનો ગુનો નોંધાવ્યો છે. શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન કાર્યકરો હોટેલમાં જમ્યા હતા. હોટેલમાં જમ્યા બાદ બિલ બાકી હોય જેની માગણી કરી હતી.

હોટેલના માલિકે આ રૂપિયા મેનેજરના પગારમાંથી કાપ્યા હતા. મેનેજરે રૂપિયા મારી મહેનતા હોવાનું કહી 1.28 લાખ રૂપિયા ચૂકતે કરવા ફોન કર્યો હતો. ધારાસભ્ય ટોળું સાથે લાવી બેરહેમીપૂર્વક માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. નર્મદા પોલીસ અધિક્ષકને શાંતિલાલ વસાવાએ અરજી પણ આપી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપને નકાર્યો છે. તેમણે કહ્યુ હતુ કે, મારી વિરુદ્ધ મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાની મારામારી પોલીસ તપાસમાં બહાર આવે તો શરતી જામીન રદ્દ થઈ શકે છે.