January 14, 2025

મારી આંખોમાં આંસુ… 25 વર્ષ બાદ કેમ ભારત આવી મમતા કુલકર્ણી?

Mamta Kulkarni: થોડા દિવસો પહેલા કરણ અર્જુન ફિલ્મે સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ, સલમાન ખાન ઉપરાંત મમતા કુલકર્ણી મહત્વની ભૂમિકામાં હતી. મમતા કુલકર્ણી 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી અને હવે તે લગભગ 25 વર્ષ બાદ મુંબઈ પરત ફરી છે.

અભિનેત્રી મમતા કુલકર્ણીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતાની વાપસીના સમાચાર આપ્યા અને સાથે જ પોતાના પરત ફરવાનું કારણ પણ જણાવ્યું. વીડિયોમાં મમતા ભાવુક થતી જોવા મળી હતી અને તેણે કેટલીક યાદો પણ તાજી કરી હતી. મમતાએ વીડિયોમાં ભારત પરત ફરવાનું સાચું કારણ જણાવ્યું છે.

મમતા કુલકર્ણી શા માટે ભારત પરત ફરી?
મમતા કુલકર્ણીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘હું 25 વર્ષ પછી ભારત પરત ફરી છું. આ પહેલા કુંભ મેળામાં હાજરી આપી હતી અને હવે હું મહાકુંભ 2025માં હાજરી આપવા માટે ફરી આવી છું.’

વીડિયોમાં મમતા કુલકર્ણી કહે છે, ‘હાય મિત્રો, હું મમતા કુલકર્ણી છું. હું હમણાં જ મુંબઈ, ભારત… આમચી મુંબઈ 25 વર્ષ પછી આવી છું. ઘણી યાદો તાજી થઈ રહી છે, મેં 2000 માં ભારત છોડ્યું હતું અને અલબત્ત હું 2024 માં અહીં છું. હું ખૂબ જ લાગણીશીલ છું અને તેને કેવી રીતે વ્યક્ત કરવું તે મને ખબર નથી. હું ઈમોશનલ છું. જ્યારે મારી ફ્લાઈટ લેન્ડ થઈ રહી હતી ત્યારે હું આજુબાજુ જોઈને ભાવુક થઈ રહી હતી. હકીકતમાં મારી આંખોમાં આંસુ હતા. હું 24 વર્ષ પછી મારા દેશને ઉપરથી જોઈ રહી હતી. તેથી મારું મન ભરાઈ આવ્યું.

આ પણ વાંચો: ગૌમાંસ પર પ્રતિબંધનો નિર્ણય માનો… નહીંતર પાકિસ્તાન જાઓ – આસામના મંત્રીનો કોંગ્રેસને પડકાર

90ના દાયકામાં પોપ્યુલક અભિનેત્રી હતી.
20 એપ્રિલ 1972ના રોજ મુંબઈમાં જન્મેલી મમતા કુલકર્ણી 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. મમતા પહેલીવાર ફિલ્મ તિરંગા (1992)માં જોવા મળી હતી. આ પછી તેણે ‘કરણ અર્જુન’, ‘સબસે બડા ખિલાડી’, ‘નસીબ’, ‘ક્રાંતિવીર’, ‘વક્ત હમારા હૈ’ અને ‘બાજી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. અહેવાલો અનુસાર, મમતા કુલકર્ણીએ 1998માં ફિલ્મી દુનિયા છોડી દીધી હતી અને તેનું નામ ઘણા વિવાદો સાથે જોડાયું હતું.