December 25, 2024

પિતાના અંતિમ સંસ્કાર કરવા સ્મશાનમાં પહોંચી 9 દીકરીઓ, ભાવુકદૃશ્યો સર્જાયા

MP NEWS: સાગર જિલ્લામાં પિતાના નિધન પર 9 દીકરીઓએ તેમના પુત્રની ફરજ નિભાવી અને પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતી. સ્મશાનગૃહમાં આ દ્રશ્ય જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ હતી. આ દીકરીઓએ માત્ર અંતિમ સંસ્કાર જ નથી કર્યા, પરંતુ તેમના પુત્રોની જેમ અર્થીને કાંધ પણ આપી હતી. આ તમામ દીકરીઓએ અર્થીની સાથે ઘરથી ચાલીને સ્મશાન સુધી પહોંચી હતી અને તેમના પિતાની મુક્તિ માટે હિન્દુ રીતરિવાજો મુજબ અંતિમ સંસ્કાર કર્યાં હતા, આ દ્રશ્ય જોઈને કેટલાક લોકો રડવા લાગ્યા હતા.

પોલીસ એએસઆઈ હરિશ્ચંદ્ર અહિરવાર વોર્ડ નંબર 17ના 10મી બટાલિયન વિસ્તારના રહેવાસી હતા. દીકરીઓના પિતાને બ્રેઈન હેમરેજને કારણે સોમવારે તેમનું મૃત્યુ થયું હતું. હરિશ્ચંદ્રને 9 દીકરીઓ છે અને એક પણ દીકરો નથી. તેથી હરિશ્ચંદ્રએ તેમની પુત્રીઓનો તેમના પુત્રોની જેમ ઉછેર કર્યો. 7 દીકરીઓના લગ્ન કર્યા હતી. હવે એ જ દીકરીઓએ દીકરાઓની ફરજો નિભાવી રહી છે.

દીકરીઓએ હિંદુ રીતિ-રિવાજ મુજબ પિતાને કાંધ આપી અને અન્ય વિધિઓ કરાવી હતી. આ દરમિયાન સમાજના લોકોએ ગર્વથી કહ્યું કે દીકરાઓ જ સર્વસ્વ નથી હોતા. 7 દીકરીઓ પરણિત છે જ્યારે દીકરીઓ રોશની અને ગુડિયા અપરિણીત છે.

પુત્રી વંદનાએ જણાવ્યું કે મારા પિતા તમામ પુત્રીઓને સાથે ખૂબજ લાગણી હતી, અમારે કોઈ ભાઈ નથી, તેથી નાની અને મોટી બધી બહેનો (અનિતા, તારા, જયશ્રી, કલ્પના, રિંકી, ગુડિયા, રોશની અને દુર્ગા)એ સાથે મળીને દીકરીની ફરજ નિભાવવાનું નક્કી કર્યું. વધુમાં કહ્યું કે પિતાજી અમારી દુનિયા હતા. નોંધનીય છે કે બુંદેલખંડમાં દીકરીઓ અને મહિલાઓ માટે સ્મશાન પર જવાની મનાઈ છે. પરંતુ હવે લોકો સમાજની જૂની પરંપરાઓ અને માન્યતાઓને તોડીને આગળ આવી રહ્યા છે. આ રીતે દીકરીઓના હાથે પિતાને અંતિમ સંસ્કાર અર્પણ કરવું એ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે.