Cabinet Decision: સરકારી કર્મચારીઓને મોદી સરકારની ભેટ, 8મા પગાર પંચની રચનાને મંજૂરી
8th Pay Commission: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે અને કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટૂંક સમયમાં આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ દેશભરના લાખો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે. આ નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચને મંજૂરી આપી છે.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "Prime Minister has approved the 8th Central Pay Commission for all employees of Central Government…" pic.twitter.com/lrVUD25hFu
— ANI (@ANI) January 16, 2025
લાંબા સમયથી ચાલતી હતી માંગ
કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનોએ આ માટે કેબિનેટ સચિવને મળીને 8મા પગાર પંચની રચનાની માંગણી કરી હતી અને આ સંગઠનો 8મા પગાર પંચની રચના માટે સરકાર પર સતત દબાણ કરી રહ્યા હતા.
1 જાન્યુઆરી 2016થી 7મું પગાર પંચ અમલમાં આવ્યું
દેશમાં 1 જાન્યુઆરી, 2016થી 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. આનો લાભ લગભગ 1 કરોડ લોકોને મળ્યો. દર 10 વર્ષે પગાર પંચ લાગુ થતું હોવાથી, હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ કરશે. આનાથી લઘુત્તમ વેતન અને પેન્શનમાં મોટા ફેરફારો થવાની અપેક્ષા છે.
કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ આનંદો
આઠમું પગાર પંચ 2026થી લાગુ થશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત.
કેન્દ્ર સરકારનાં હજારો કર્મચારીઓને ફાયદો.#8thPayCommission #GovernmentEmployees #CentralGovtAnnouncement #AshwiniVaishnaw #EmployeeBenefits pic.twitter.com/ixuq9YUrPe— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 16, 2025
છેલ્લું કમિશન ક્યારે રચાયું હતું?
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન 28 ફેબ્રુઆરી 2014ના રોજ સાતમા પગાર પંચની રચના કરવામાં આવી હતી. સાતમા પગાર પંચે લગભગ દોઢ વર્ષ પછી નવેમ્બર 2015માં કેન્દ્ર સરકારને તેની ભલામણો સુપરત કરી. ત્યારબાદ, 1 જાન્યુઆરી 2016 થી 7મા પગાર પંચની ભલામણો અમલમાં આવી, જે હજુ પણ અમલમાં છે.