પાકિસ્તાનમાં જેલની સજા પૂરી થઈ હોવા છતાં કચ્છના 82 વર્ષના વૃદ્ધ હજુ પણ જેલમાં!
કૌશિક કંઠેચા, કચ્છ: પાકિસ્તાનની જેલની સજા પૂરી થઈ હોવા છતાં કચ્છના 82 વર્ષના વૃદ્ધ લતીફ સમાને 5 વર્ષથી પાકિસ્તાન જેલ માં કેદ છે. 17 સપ્ટેમ્બર 2018નાં રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના પાકિસ્તાન સરહદને અડીને આવેલા સરહદી ગામ ‘જુંણા’ ગામના 82 વર્ષીય લતીફ સમા પશુપાલનનું કામ કરે છે. લતીફ તેમના પશુઓને લઈને ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક પશુઓને ચરવા લઇને જાય છે. પશુઓને ચરાવતી વખતે તે ભૂલ પાકિસ્તાન બોર્ડર માં એન્ટર થઈ ગયો હતો. પાકિસ્તાન રેન્જર પાસેથી પકડી લીધો હતો અને પાકિસ્તાન રેન્જર્સે લતીફને જાસૂસ સમજીને તેને પકડી લીધો હતો. જ્યારે લતીફ 2 દિવસ સુધી પરત ન ફર્યો ત્યારે તેના પરિવારજનો સભ્યોએ નજીકના ગામમાં તેમના સંબંધીઓ અને આસપાસનાં વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. 2 દિવસ બાદ પણ લતીફ સમાનો કોઈ ખબર ન મળતાં તેના પુત્રએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, પરંતુ ગુમ થયેલા લતીફ સમાનો કોઈ પત્તો લાગ્યો ન હતો, થોડા દિવસો પછી તેના પરિવારને ખબર પડી કે લતીફ સમા ભૂલથી ભારતીય સરહદ ઓળંગી પાકિસ્તાન પોહચી ગયો હતો ત્યાં તે હવે પાકિસ્તાન જેલમાં જાસૂસીના આરોપમાં કેદ છે.
સજા પૂરી થઈ હોવા છતાં હજુ પણ જેલમાં
લતીફની માહિતી મળતાં પરિવારના સભ્યો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને પરિવારના સભ્યોએ સ્થાનિક ફસલ સમા નામની સામાજિક કાર્યકરની મદદ લીધી હતી, ફસલ સમાના માધ્યમથી તેણે ભારત સરકારને આ મામલે ન્યાય આપવા અપીલ કરી હતી અને સરકારે આ અંગેની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી બાજુ લતીફની નાગરિકતા સાબિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ આજ સુધી લતીફને પરત લાવવા તેમનો પરિવાર જજુમી રહ્યો છે.
લતીફના પરિવારે વિદેશ મંત્રાલયને પત્રો દ્વારા ભારત પરત લાવવા માટે અપીલ કરી
માહિતી અનુસાર, 82 વર્ષીય લતીફ સમાને સપ્ટેમ્બર 2018માં પાકિસ્તાનની જેલની સજા ફટકારવામાં આવી હતી, જે 22 એપ્રિલ 2019ના રોજ પૂરી થઈ હતી તો પણ લતીફને હજુ મુક્ત કરવામાં આવ્યો નથી, જો કે, લતીફના પરિવારે વિદેશ મંત્રાલયને વારંવાર પત્રો દ્વારા તેમને ભારત પરત લાવવા માટે અપીલ કરી હતી. 22 નવેમ્બર 2021નાં રોજ વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘લતીફ સમા, જેને પાકિસ્તાન દ્વારા 01 જુલાઈ 2021ના રોજ પાકિસ્તાનની કસ્ટડીમાં હોવાનું પાકિસ્તાન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, તેણે તેની સજા પૂર્ણ કરી લીધી છે, પરંતુ હજુ તેની રાષ્ટ્રીયતાની પુષ્ટિ થઈ નથી, તેથી નાગરિકતાને લઈને ગુજરાત સરકારના મુખ્ય સચિવ, 13 ઓક્ટોબર 2021ના રોજના MEA પત્ર દ્વારા ગુજરાત સરકારને તેમની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરવા તમામ માહિતી એકત્રિત કરવા કહ્યું છે, અમે આ મુદ્દો પાકિસ્તાન સરકાર સામે ઉઠાવવાનું ચાલુ રાખીશું, પાકિસ્તાનને પણ વિનંતી કરવામાં આવી છે કે લતીફ તેમની કસ્ટડીમાં હોય ત્યારે તેની સુરક્ષા અને સાર સંભાળ પાકિસ્તાન સરકાર સુનિશ્ચિત કરે.’
લતીફને વહેલી તકે ભારત પરત લાવવામાં અમારી મદદ કરે
બીજી બાજુ પરિવાર દ્વારા સરકારને અપીલ કર્યાંની સાથે સાથે સ્થાનિક ફસલ સમા નામની સામાજિક કાર્યકરની પણ મદદ લીધી હતી. આ વિસ્તારના સામાજિક કાર્યકર ફસલ સમાએ અત્યાર સુધીમાં પાકિસ્તાનની જેલમાં બંધ કચ્છના ચાર વ્યકિતઓને ભારત પરત લાવવામાં મદદ કરી છે અને હાલ તેઓ લતીફને પરત લાવવા પ્રયત્ન કરી રહ્યાં છે, તેમણે કહ્યું છે કે ‘અમે લતીફની મુક્તિ માટે ઘણા પ્રયત્નો કર્યા છે. પાકિસ્તાન હાઈ કમિશન અને વિદેશ મંત્રાલય ભારત સરકારને પત્ર લખ્યો છે, અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ કે લતીફને વહેલી તકે ભારત પરત લાવવામાં અમારી મદદ કરે.
ફઝલ સમાના સામાજિક કાર્યકરે કહ્યું કે લતીફ સમાને પાકિસ્તાનની જેલમાં કેદ થયાને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, લતીફ સમા હવે 88 વર્ષના છે અને તે જેલમાં કેવી રીતે છે!? બીજી બાજુ સજા ભોગવવા છતાં તેની નાગરિકતાની પુષ્ટિની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે? પાકિસ્તાન સરકાર લતીફને ક્યારે મુક્ત કરશે ? આ ત્રણેય સવાલોના જવાબ તેમના પરિવારને નથી મળી રહ્યાં પરિવાર પાકિસ્તાનની જેલમાં બંધ લતીફ સમાને મુક્ત કરવા ભારત સરકાર અને પાકિસ્તાન સરકારને અપીલ કરી રહ્યા છીએ.