ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મોત, 72 વર્ષના પટેલ કાન્તિભાઈનું મોત

Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લવાયેલા વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. 72 વર્ષના પટેલ કાન્તિભાઈનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારજનોને પૂછ્યા વગર 19 દર્દીઓની એન્જીયોગ્રાફી કરાઈ હતી.
મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મોત નીપજ્યું છે. 72 વર્ષના પટેલ કાન્તિભાઈએ પણ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લીધી છે. જ્યારે અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ત્રણ દર્દીના મોત નીપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ જ ખ્યાતિ હત્યાકાંડનો મુખ્ય આરોપી પૈકી એક કાર્તિક પટેલ છે. જેની અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપરડ કરી હતી. કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી હતી. કાર્તિક હેલ્થ, એજ્યુકેશન, રિઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્તિક પટેલ ફરાર હતો. તેમજ ખ્યાતિકાંડ સમયે ઓસ્ટ્રેલિયામાં હતો જે બાદ તે દુબઈ ભાગી ગયો હતો.
આ પણ વાંચો: માલિકની શ્વાન માટે વફાદારી… કેનાલમાં પડેલા શ્વાનને બચાવવા જતાં માલિકનું મોત, શ્વાનનો બચાવ