અમેરિકા જવાની ઘેલછામાં 70 લાખ ગુમાવ્યા, આખરે આંબલિયાસણના શખ્સે આખરે કેનાલમાં ઝંપલાવ્યું
મહેસાણા: કડીમાં વિદેશ જવા ઈચ્છુક એક વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કડીમાં એક વ્યક્તિ કોઈપણ હિસાબે વિદેશ જવા ઈચ્છતો હતો. ત્યાં જવા માટે તેને ડંકીના ખોટા રસ્તેથી અમેરિકા જવા માટે કબુતરબાજોનો કોન્ટેક્ટ કર્યો. ધીમે ધીમે કરતાંએ વ્યક્તિએ કબુતરબાજોને 70 લાખ રૂપિયા આપી દીધા. પરંતુ, કબૂતરબાજો આ વ્યક્તિને ના તો અમેરિકા લઈ ગયા ન તો પૈસા પરત આપ્યા. આખરે આ શખ્સે આપઘાત કરી લીધો.
‘ડંકી’ના રસ્તે વિદેશ જવાની ઘેલછા ભારે પડી
યુવાનોમાં વિદેશ જઈને પૈસા કમાવવાની ઘેલછા દિવસે ને દિવસે વધી રહી છે. જલ્દી વિદેશ જઈ જલ્દીથી પૈસાવાળા થવા માટે લોકો આજકાલ કોઈ પણ રસ્તો અપનાવે છે. પરંતુ, એનુ પરિણામ બાદમાં ખરાબ આવે છે. આવો જ એક મામલો કડીમાં બન્યો. વિદેશ જવા ઈચ્છુક અનિલ વાળંદ નામના આંબલિયાસણ ગામના વ્યક્તિએ કેનાલમાં આપઘાત કર્યો. અનિલ કોઈપણ હિસાબે વિદેશ જવા ઈચ્છતો હતો. ત્યાં, જવા માટે એને ડંકીના ખોટા રસ્તેથી અમેરિકા જવા માટે કબુતરબાજોનો કોન્ટેક્ટ કર્યો. ધીમે ધીમે કરતાં અનિલ વાળંદે કબુતરબાજોને 70 લાખ રૂપિયા આપી દીધા. પરંતુ, એ લોકો પીયૂષને ના તો અમેરિકા લઈ ગયા પરંતુ આપઘાત કરવાનો વારો આવ્યો. અનિલે કબૂતરબાજોને પૈસા આપવા માટે બે વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજેથી લીધા હતા. પરંતુ, વ્યાજખોરો અને કબૂતરબાજોના ત્રાસથી અનિલ વાળંદે આપધાત કરવો પડ્યો.
વ્યાજખોરો પાસેથી અનિલે 25 લાખ લીધા હતા એની જગ્યાએ સવા કરોડ ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરો આ યુવકનો પીછો છોડતા ન હતા. વ્યાજખોરોએ આ યુવકને ધમકી આપી મકાનનો સ્ટેમ્પ પણ કરાવી લીધો. 4 કબૂતર બાજ એજન્ટોએ અને બે વ્યાજખોરોએ મકાન લઈ બાદમાં પૈસા પણ ન આપ્યા. આ યુવકના આપધાત બાદ તમામ 10 લોકો સાથે કડી પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણા અને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ડંકીના રસ્તે ગેરકાયદે અમેરિકા જવાની લાલચમાં ભૂતકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.ત્યારે હવે આ ચક્કરમાં વધુ એક વ્યક્તિને આપઘાત કરવો પડ્યો છે.તેવા સમયે આ પ્રકારે ગેરકાયદે અમેરિકા જવાનો મોહ કેટલો યોગ્ય તે એક સવાલ છે.