December 27, 2024

ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર, ‘કહી પે ખુશી તો કહી પે ગમ’ નો માહોલ

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઈ બીજી ઉમેદવાર યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં અમદાવાદ પૂર્વ અને વડોદરાના ઉમેદવારોને રિપિટ કરવામાં આવી છે, જ્યારે સુરત, છોટા ઉદેપુર અને ભાવનગરના સાંસદોની ટિકિટ કરાઈ છે. BJPએ જાહેર કરેલા યાદી મુજબ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર, અમદાવાર પૂર્વમાં હસમુખભાઈ પટેલ, ભાવનગરમાં નીમુબેન બાંભણિયા, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવા, સુરતમાં મુકેશ દલાલ અને વલસાડમાં ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

આજે જાહેર કરાયેલા ઉમેદવારોમાં સાબરકાંઠા, સુરત, છોટાઉદેપુર, ભાવનગર અને વલસાડના વર્તમાન સાંસદોની ટિકિટ કાપીને નવા ઉમેદવારો જાહેરા કર્યા છે. જેમાં સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડના બદલે ભીખાજી ઠાકોર, સુરતમાં દર્શના જરદોશના બદલે મુકેશ દલાલ, છોટાઉદેપુરમાં ગીતા રાઠવાના બદલે જશુભાઈ રાઠવા, વલસાડમાં ડો. કેસી પટેલના સ્થાને ધવલ પટેલ અને ભાવનગરમાં ડો. ભારતી શિયાળના બદેલ નીમુબેન બાંભણિયાને ટિકિટ અપાઈ છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઈ અત્યાર સુધીમાં બે લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 22 બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. હવે માત્ર 4 ઉમેદવારોના નામ બાકી છે. ત્યારે રાજ્યની અમુક બેઠકો પર કોની કોની વચ્ચે જંગ થશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

કોના કોના વચ્ચે થશે જંગ

– કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નિતિશ લાલન
– બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર
– અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા
– અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસના રોહન ગુપ્તા
– પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા
– બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી
– વલસાડમાં ભાજપના ધવલ પટેલ સામે કોંગ્રેસના અનંત પટેલ
– ભાવનગરમાં ભાજના નીમુબેન બાંભણિયા સામે આપના ઉમેશ મકવાણા
– ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા સામે આપના ચૈતર વસાવા