December 23, 2024

અમદાવાદમાં એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના 6600 કેસ નોંધાયા

Ahmedabad: રાજ્યમાં પાણીજન્ય રોગને લઈને અનેક બીમારીઓની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે અમદાવાદમાં વાયરલ કેસમાં વધારો નોંધાયો છે. એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનનાં 6600 કેસ નોંધાયા છે. જેને લઈને તંત્ર એક્શનમોડમાં છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થતા લોકો હેરાન પરેશાન છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં કેસોમાં વધારો નોંધાયો છે. નોંધનીય છે કે એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનનાં 6600 કેસ નોંધાયા છે. ત્યારે સપ્ટેમ્બરમાં એક મહિનામાં 7970 કેસ નોંધાયા હતા. આ સિવાય નવેમ્બરમાં એક અઠવાડિયામાં 6600થી વધુ કેસ નોંધાતા ખળભળાય મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો: Air Indiaનો મોટો નિર્ણય, હિંદુઓ અને શીખોને ફ્લાઈટમાં નહીં પીરશે ‘હલાલ’ ફૂડ

ઉલ્લેખનીય છે કે ગત એક મહિનામાં ડેન્ગ્યુના 185 કેસ નોંધાયા હતા. તો મેલેરિયાના 114 જ્યારે ચિકનગુનિયાના 26 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.